ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન : બ્રિજભૂષણ સિંહ સામે ખેડૂતો મેદાનમાં ઉતરશે, જબરજસ્ત એક્શન પ્લાન તૈયાર

બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગને લઈને કુસ્તીબાજો છેલ્લા 16 દિવસથી ધરણા પર છે. આવી સ્થિતિમાં કુસ્તીબાજોને ખેડૂતોનો સાથ મળ્યો છે.

કુસ્તીબાજો ધરણાનો 16 દિવસ

દિલ્લીના જંતર-મંતર મેદાનમાં દેશના જાણીતા કુસ્તીબાજો છેલ્લા 16 દિવસથી ધરણા પર બેઠા છે. ધરણા પર બેઠેલા કુસ્તીબાજો રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરપકડની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણના આરોપો લગાવવામાં આવ્યા છે. તેની સામે 2 FIR પણ નોંધવામાં આવી છે પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં હડતાળ પર બેઠેલા કુસ્તીબાજો કોઈપણ ભોગે પીછેહઠ કરવા તૈયાર નથી.

આ પણ વાંચો : મહિલા કુસ્તીબાજો હડતાળ : બ્રિજભૂષણ પર શ્વાસ લેવાની રીત શીખવવાની આડમાં પેટ અને છાતીને અડતા હોવાનો આરોપ

10 મેના રોજ પ્રદર્શન કરવામાં આવશે

બીજીબાજુ હરિયાણાના ખેડૂતો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ દેખાવ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે 21 મે સુધીના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભે ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેડૂતોએ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ રાજ્ય સ્તરીય વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. 10 મેના રોજ પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચો : કુસ્તીબાજોના સમર્થનમાં CM મમતા બેનર્જી, મોદી સરકાર પર સાધ્યું નિશાન

હરિયાણાના અલગ-અલગ જિલ્લામાંથી ખેડૂતો એકઠા થશે

મળતી માહિતી મુજબ, આ અંતર્ગત હરિયાણાના અલગ-અલગ જિલ્લામાંથી જીંદમાં ખેડૂતો એકઠા થશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય કિસાન યુનિયનના અલગ-અલગ સંગઠન જીંદમાં વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શન રાની તાલાબથી શરૂ થઈને ડીસી ઓફિસ સુધી જશે. આ પછી, 18 મે સુધી અન્ય જિલ્લાઓમાં તબક્કાવાર પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચો : બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરાઈ

સરકાર પર ભેદભાવનો આરોપ

આ સિવાય 21 મેના રોજ રોહતકના મહામમાં હરિયાણાના તમામ ખાપની મહાપંચાયત યોજાશે. ખેડૂતોએ સરકાર પર નિશાન સાધતા ભેદભાવનો આરોપ લગાવ્યો છે. તેઓ કહે છે કે સાંસદ, ધારાસભ્ય માટે અલગ કાયદો છે જ્યારે ગરીબો માટે અલગ કાયદો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દીકરીઓને ન્યાય મળે તે માટે દેશની જનતા એક થઈ ગઈ છે.

આ પહેલા યુપી, રાજસ્થાન અને હરિયાણાની ખાપ પંચાયતોના નેતાઓએ કુસ્તીબાજોને સમર્થન આપતા સરકારને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી કુસ્તીબાજોનું પ્રદર્શન ચાલુ રહેશે.

Back to top button