શું તમને પણ છે મસાલેદાર ખાવાનો શોખ? જાણી લો તેના ફાયદા-નુકશાન
- જરૂરિયાત કરતા વધુ તીખુ ભોજન જ હેલ્થને નુકશાન કરે છે
- મરચામાં કેપ્સાઇસિન ભરપુર માત્રામાં હોય છે.
- જેનું થોડી માત્રામાં સેવન હાર્ટ માટે ફાયદાકારક છે
શું તમે પણ ફુડી છો? શું તમને પણ તીખુ તમતમતુ અને મસાલાથી ભરપૂર ભોજન ખાવુ ગમે છે? શું તમને પણ મસાલેદાર ભોજન આનંદ આપે છે? લોકોનું માનવુ છે કે તીખુ ખાવાનુ આરોગ્ય માટે ખતરનાક છે. જોકે એ વાતમાં કેટલુ જુઠ અને કેટલુ સત્ય છે તે વાત જાણવી જરૂરી છે.
દરેક વસ્તુની બે બાજુ હોય છે, તેના ફાયદા અને નુકશાન હોય છે, તે રીતે જ મસાલેદાર ભોજન આરોગતી વખતે તમે થોડા વધુ એક્સાઇટેડ થઇ જાવ છો. કેટલાક લોકો મસાલેદાર ખોરાક ખૂબ પસંદ કરે છે, ખાસ કરીને એ લોકો જેને મસાલા વગરનું કે ઓછા મસાલાવાળુ ભોજન પસંદ હોતુ નથી. મસાલેદાર ખાવાનુ તમારી હેલ્થને ત્યારે નુકશાન પહોંચાડે છે જ્યારે તમે ખુબ જ તીખુ અને જરૂરિયાત કરતા વધુ મસાલેદાર ભોજન આરોગો છો.
જાણો કેપ્સાઇસિનના ફાયદા અને નુકશાન
મસાલેદાર ખોરાક તમારા શરીર પર કેવા પ્રકારની અસર કરશે તે તમારી ઇમ્યુનિટી પર પણ નિર્ભર કરે છે. ખાવાનુ પકાવતી વખતે તેમાં મીઠા અને મરચાનો ઉપયોગ તો થાય છે, પરંતુ શું તમે જાણો છો કે મરચામાં કેપ્સાઇસિન ભરપુર માત્રામાં હોય છે. જેનું થોડી માત્રામાં સેવન હાર્ટ માટે ફાયદાકારક છે, તે વજન ઘટાડવામાં મદદરૂપ છે. જોકે તેનું સેવન જરૂર કરતા વધી જાય ત્યારે તમારા મોં અને ગળાના રિસેપ્ટર્સને ઉત્તેજિત કરે છે. આ કારણે તમને જલન થવા લાગે છે. તેના કારણે તમારા હ્રદયની ગતિ વધી જાય છે. તમારા શરીરનું તાપમાન ઘટી જાય છે અને તમારી પાચનક્રિયા પર પણ અસર પડે છે.
સ્પાઇસી ખાવાથી શરીરમાં વધે છે એસિડ
સ્પાઇસી ખાધા બાદ ઘણા લોકોને પેટમાં પ્રોબલેમ થતો હોય છે. આવુ એટલે થાય છે કેમકે સ્પાઇસી ખાવાનું ખુબ જ હેવી હોય છે. તેને પચાવવા માટે શરીરે ખૂબ મહેનત કરવી પડે છે. પાચનતંત્ર પર જોર પડે છે. મસાલેદાર ખોરાકથી પેટમાં એસિડ બને છે. તેની પાછળનું કારણ એ છે કે મસાલામાં મળી આવતા કેપ્સાઇસિન હોર્મોન ગેસ્ટ્રિનનું કારણ બને છે. આ સમસ્યા તમારા બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે. તેના કારણે છાતીમાં બળતરા, એસિડ રિફ્લક્સ અને અન્ય ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ સમસ્યાઓ થાય છે. સ્પાઇસી ફુડ આંતરડાના માઇક્રોબાયોમ પર ખરાબ અસર પાડે છે. અભ્યાસ પરથી જાણ થઇ છે કે કેપ્સાઇસિન માઇક્રોબાયોમની સંરચનાને પ્રભાવિત કરે છે.
આ પણ વાંચોઃ યે દુરિયા…:સંબંધોમાં પડી રહ્યુ છે અંતર? તો અપનાવો આ રિલેશનશિપ ટિપ્સ