નેશનલ

કર્ણાટક ચૂંટણી 2023 : અમિત શાહના જોરદાર પ્રહાર, કહ્યું ચૂંટણીમાં કોંગ્રેસે ઉપયોગ કરેલ ખોટી ભાષાનો જવાબ જનતા આપશે

અમિત શાહે કહ્યું કે આપણા બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવી દીધું છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરતી જોવા મળી રહી છે. બંને પાર્ટીઓ એડી ચોંટીનું જોર લગાવી રહી છે. અમિત શાહ અને PM મોદી બંને ભવ્ય રોડ શો અને રેલીઓ યોજીને ભક્કમ પ્રચાર કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં ખોટી ભાષાનો ઉપયોગ કર્યો છે પરંતુ જનતા તેનો જવાબ ચોક્કસ આપશે. તેમણે કહ્યું, ‘જ્યારે પણ કોંગ્રેસે મોદીજી વિરુદ્ધ આવી ઝેરી ભાષાનો ઉપયોગ કર્યો છે, ત્યારે તેમને પરિણામ ભોગવવા પડ્યા છે. આ વખતે કર્ણાટકની અંદર પણ કર્ણાટકની જનતા તેને જવાબ આપશે.

મુસ્લિમને આપેલું આરક્ષણ ગેરબંધારણીય

એક ન્યઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુંમાં અમિત શાહે કહ્યું, કે અમારી પાર્ટી દ્વારા 4% મુસ્લિમ આરક્ષણ નાબૂદ કરવામાં આવ્યું છે કારણ કે તે ગેરબંધારણીય હતું. આપણા બંધારણમાં ધર્મના આધારે આરક્ષણની કોઈ જોગવાઈ નથી. કોંગ્રેસે તુષ્ટિકરણની નીતિ હેઠળ આ મુસ્લિમ આરક્ષણ આપ્યું હતું, જેને અમે હટાવી દીધું છે. અમારો આ નિર્ણય બંધારણ અનુસાર છે. અમિત શાહે વધુમાં કહ્યું, ‘હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જો તમે મુસ્લિમ અનામતને 4% થી વધારીને 6% કરવા માંગો છો, તો કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ કોનું આરક્ષણ ઘટાડશે. ઓબીસી, એસસી, એસટી, લિંગાયત કે વોકલિંગ, તેઓ કોને ઘટાડશે?

ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ

તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થઈ જશે. રાજ્યના 3 મુખ્ય રાજકીય પક્ષો – ભાજપ, કોંગ્રેસ અને જેડીએસએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. આ પહેલા પીએમ મોદીએ કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે સવારે બેંગલુરુમાં આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.

કોંગ્રેસ અને જેડીએસનું એડી ચોટીના જોરે પ્રચાર

કર્નાટક વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. કોંગ્રેસ આ ચૂંટણી જીતવા અને 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, JDS હંમેશની જેમ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર કિંગ મેકરની ભૂમિકા ભજવવાની આશા રાખી રહ્યું છે.

ભાજપ પાસે માત્ર ગઢ

કર્નાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાષ્ટ્રીય નેતા મેદાને ઉતાર્યા હતાં. તમને જણાવી દઈએ કે અગાઉ પશ્ચિમ બંગાળમાં પણ ભાજપે પોતાના રાષ્ટ્રીય નેતાઓને મેદાને ઉતાર્યા હતાં પરંતુ ખાસ કોઈ અસર થઇ નહોતી. ત્યારે આ વખતે ભાજપ રાજ્યમાં સત્તા પરિવર્તનના લાંબા સમયથી ચાલી રહેલા વલણને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ ચૂંટણી ભાજપ માટે પણ મહત્વની છે કારણ કે દક્ષિણ ભારતમાં કર્ણાટક તેનો એકમાત્ર ગઢ છે.

Back to top button