ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં જી.જી માળી સંકુલ ખાતે પ્રાથમિક શાળાનું ઉધઘાટન,કન્યા છાત્રાલયનું કરાયું ભૂમિપૂજન

  • શિક્ષણ આપશે ઉજ્જવળ ભવિષ્યને આકાર: પૂ.છોગારામ બાપુ

પાલનપુર : ડીસામાં જી.જી માળી સંકુલ ખાતે પ્રાથમિક શાળાનું ઉધઘાટન,કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન અને માધ્યમિક શાળાનું નામકરણ કરાયુ.નવીન છાત્રાલયના નિર્માણથી કન્યાઓને શિક્ષણની સુવિધાઓની સાથે-સાથે તેમના સપનાઓને પણ પાંખ મળશે. ડીસામાં માળી સમાજના શૈક્ષણિક સંકુલ જી.જી.માળી વિદ્યા સંકુલ ખાતે પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન ,કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન અને માધ્યમિક શાળા ભવન નું નામકરણનો ત્રીવેણી કાર્યક્રમ યોજાયો હતો.શૈક્ષણિક હેતુ માટે સમાજના શ્રેષ્ઠીઓએ દાનની સરવાણી વહાવી હતી.


ડીસામાં કાંટ રોડ પર આવેલ શ્રી ગોરધનજી ગીગાજી માળી વિદ્યાસંકુલ ખાતે શ્રી દલાજી લાલાજી ગેલોત પ્રાથમિક શાળા ના લોકાર્પણ અને શ્રીમતી ગંગાબેન વર્ઘાજી માળી કન્યા છાત્રાલયનો ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ઘેર હાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી,અમરેલી નાયબ કલેકટર દલપતભાઈ ટાંક મનીષભાઈ સોલંકી, બનાસકાંઠા કુલ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદભાઈ કચ્છવા, સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો દાતાઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સમાજના ભામાશાઓએ દાન ની સરવાણી વહાવી દીધી હતી. કાર્યક્રમમાં સમાજની નવીન માધ્યમિક શાળા ના નામકરણ નો ચડાવો બોલાવવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિ અને સમાજના શ્રેષ્ઠી ફુલચંદભાઈ કચ્છવા એ રૂપિયા 2.51 કરોડ નો હીરાબેન દેવચંદજી કછવા ના નામનો ચડાવો બોલી માધ્યમિક શાળા નામકરણ લાભાર્થીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ગૌભક્ત પૂજ્ય શ્રી છોગારામજી બાપુએ દાતાઓને આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત વકતાઓએ સંકુલમાં ચાલતા શૈક્ષણિક કાર્યોની પ્રશંસા કરી હતી તેમજ શિક્ષણ જ સમાજને ઉજ્જ્વળ ભવિષ્ય આપી શકશે તેમ જણાવી વિદ્યાર્થીઓને પણ અથાગ મહેનત કરી શિક્ષણ થકી કારકિર્દી બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.


શ્રેષ્ઠી ફુલચંદભાઈ કચ્છવા દ્વારા શૈક્ષણિક હેતુ માટે કરોડો રૂપિયાનું દાન

ડીસામાં માળી સમાજની માધ્યમિક શાળાના નામકરણ અને માટે સમાજના ઉદ્યોગપતિ શ્રેષ્ઠી ફુલચંદભાઈ કચ્છવા દ્વારા રૂપિયા 2.51 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. દાતાશ્રી ફુલચંદભાઈ કચ્છવા દ્વારા અગાઉ પણ દિયોદરમાં કન્યા છાત્રાલયના બાંધકામ માટે અઢી કરોડ રૂપિયાનું દાન આપેલું છે. જ્યારે માળી સમાજના સમુહ લગ્નમાં દર વર્ષે ભોજન સમારંભના દાતાના લાભાર્થી પણ તેઓ જ બને છે. આ ઉપરાંત સમાજના યુવકો દ્વારા થતી સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તેઓનો ખૂબ જ આર્થિક સહયોગ રહે છે. સમાજ કાર્યમાં આર્થિક સહયોગ બદલ સમાજવાસીઓએ તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચો :  બનાસકાંઠા : નર્મદા નિગમની જામપુર અને દૈયપ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ સુધારણાના રૂ. 5.5 કરોડના ખર્ચે કરાશે

Back to top button