કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

આવો દિકરો ભગવાન કોઈને ન આપે ! નરાધમ પુત્રએ સગી જનેતા પર ગુજાર્યું દુષ્કર્મ

Text To Speech

જામનગરમાં માતા પુત્રના સબંધોને કલંકિત કરતી વધુ એક જધન્ય ઘટના સામે આવી છે. નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા કપાતર પુત્રએ પોતાની માતાની સાથે જ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે હાલ કપાતર પુત્ર પર ફરિયાદ દાખલ કરી અટકાયત કરવા કાર્યવાહી શરુ કરી છે.

પુત્રએ માતા પર આચર્યું દુષ્કર્મ

છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં માતા પુત્રના સબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. નવાગામ (ઘેડ) વિસ્તારમાં રહેતી અને અત્યંત ગરીબ પરીવારની માતા પર તેના સગા દીકરાએ જ દુષ્કર્મ ગુજારતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરમાં સગા ભાઈએ બહેન પર દુષ્કર્મ  ગુજારી ગર્ભવતી બનાવ્યાનો કલંકિત ભૂતકાળ નજર સામે જ છે, ત્યારે જામનગરમાંથી વધુ એક જધન્ય ઘટના સામે આવી છે. નવાગામ ધેડ વિસ્તારમાં રહેતા એક પરિવારના કપાતર પુત્રએ માતા પર વાસના કેન્દ્રિત કરી એક દિવસ પોતાના જ ઘરે માતા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના એક વખત ના રહેતા બીજી ત્રીજી વખત બનતા માતા મન મનમાં જ કણસતી રહેતી હતી. ગુમસુમ રહેતી માતાએ આ જધન્ય ઘટનાની વાત પોતાના પિયરમાં કહી હતી. ત્યારબાદ આ મામલો સીટી બી ડીવીજન પહોચ્યો હતો. માતાએ કપાતર પુત્રની આ સમગ્ર કરતુત પોલીસને જ જણાવી હતા જે બાદ પોલીસે તેણીના સગા પુત્ર સામે ફરિયાદ નોંધી કુપુત્રની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર પોલીસ-humdekhengenews

જામગરમાં અગાઉ પણ સામે આવી છે આવી ઘટના

અગાઉ પણ જામનગર જીલ્લામાં લોહીના સબંધોને લાંછન લગાવતી ઘટના અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં બે ઘટનાઓ એવી છે જેમાં પિતાનો પુત્રી પર બળાત્કાર,આ કેશમાં તો પિતાને સજા અને દંડ પણ કરાયો છે. બીજી ઘટનામાં સગી બહેન પર ભાઈનો દુષ્કર્મ, નાના ભાઈએ મોટી બહેન પર દુષ્કર્મ ગુજારતા બહેન ગર્ભવતી બની હતી.

 આ પણ વાંચો : રાજસ્થાન : એરફોર્સનું MiG-21 ફાઈટર પ્લેન ક્રેશ, બે લોકોના મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત

Back to top button