વર્લ્ડ

પેરુમાં ભયંકર ખાણ દુર્ઘટના , સોનાની ખાણમાં આગ લાગતા 27 જેટલા મજૂરોના મોત

Text To Speech

દક્ષિણ પેરુમાં સોનાની ખાણમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઓછામાં ઓછા 27 મજૂરોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યો છે.

પેરુમાં સોનાની ખાણમાં આગ

દક્ષિણ પેરુના દૂરના વિસ્તારમાં આવેલી સોનાની ખાણમાં રવિવારે (7 મે) આગ ફાટી નીકળી હતી. આ આગમાં ઓછામાં ઓછા 27 મજૂરોના મોત થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે અરેક્વિપાના દક્ષિણ વિસ્તારમાં શનિવારે સવારે ખાણની અંદર એક ટનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દક્ષિણ પેરુના દૂરના વિસ્તારમાં આવેલી આ સોનાની ખાણમાં લાગેલી આગને દેશની સૌથી ખરાબ માઈનિંગ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

 

આગની આ ઘટનામા 27 લોકોના મોત

આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરવામા આવી રહ્યું છે. અહીના એક સરકારી વકીલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે “ખાણની અંદર 27 મૃત લોકો હતા” સ્થાનિક મીડિયાએ શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે ખાણમાં આગ વિસ્ફોટ પછી શરૂ થઈ હતી. આ વિસ્ફોટથી ખાણમાં લાકડાના ટેકામાં આગ લાગી હતી. અહેવાલો અનુસાર કામદારો જમીનથી 100 મીટર નીચે હતા.

ખાણમાં કામ  કરી રહેલા કામદારો અંગે કોઈ પુષ્ટિ નહી

આગની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે બચાવકર્તા મૃતદેહોને દૂર કરતા પહેલા ખાણને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.મોટાભાગના કામદારો ગૂંગળામણ અને દાઝી જવાથી મૃત્યુ પામ્યા હોવાનું જણાવવામા આવી રહ્યું છે. હાલ આ ઘટનામાં કોણ કોણ બચ્યું છે. તે અંગે કોઈ માહીતી માહીતી  નથી.  આ સાથે એ પણ પુષ્ટિ થઈ નથી કે આગના સમયે ખાણમાં કેટલા લોકો હતા.

 આ પણ વાંચો : Dahod : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એક લાખની લાંચ લેતા ઝડપાયો

Back to top button