ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

મુંબઈ એરપોર્ટ ઉપરથી DRI એ ઝડપી લીધું દાણચોરીનું સોનું

Text To Speech
  • મુસાફર પાસેથી 3.35 Kg સોનુ કબ્જે કરવામાં આવ્યું
  • રિકવર કરાયેલા સોનાની કિંમત રૂ.2.1 કરોડ હોવાનો અંદાજ
  • એરપોર્ટ સ્ટાફની મદદથી સોનું નિયત માલીક સુધી પહોંચતું

મહારાષ્ટ્રમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. DRIએ મુંબઈમાં 3.35 કિલો સોનું રિકવર કર્યું છે. તેની કિંમત લગભગ 2.1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ડીઆરઆઈએ ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે આ કાર્યવાહી કરી છે.

શું છે આખો મામલો?

ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સનાં અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન તેઓએ એક મુસાફર, ડ્યુટી ફ્રી શોપના કેટલાક કર્મચારીઓ અને ફૂડ કોર્ટના કેટલાક કર્મચારીઓને પકડ્યા હતા. આ રિકવરી તેમની પાસેથી જ કરવામાં આવી હતી.

કઈ રીતે ચાલતું હતું આખું રેકેટ ?

ડીઆરઆઈના જણાવ્યા અનુસાર સોનું પેસ્ટના રૂપમાં મળી આવ્યું હતું. તેનું વજન લગભગ 3.35 કિગ્રા હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સોનાની કિંમત અંદાજે 2.1 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એરપોર્ટ સ્ટાફ આ દાણચોરીનું સોનું એરપોર્ટની બહાર લઈ જતો હતો અને વિવિધ સ્થળોએ આગળની વ્યક્તિને સોંપતો હતો.

Back to top button