- વર્ષ 2016થી અત્યારસુધીમાં ગુમશુદાની સંખ્યા સાડા પાંચ ગણી થઈ
- પાંચ વર્ષમાં આંક 40 હજારથી વધુ થઈ
- મોદી – શાહના ગુજરાતમાં પરિસ્થિતિ ચિંતાજનક !
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને યુવતીઓના ગુમ થવાના આંકડાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ અંગેનો એક ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અધિકૃત આંકડા પ્રમાણે ગુજરાતમાંથી પાંચ વર્ષ દરમ્યાન 40 હજારથી વધારે મહિલાઓ ગુમ થઈ ગઈ છે.
શું કહે છે વર્ષદીઠ આંકડાઓ ?
નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યુરોનાં આંકડા પ્રમાણે વર્ષ 2016માં 7105 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે 2017 માં 7712, વર્ષ 2018માં 9246, વર્ષ 2019માં 9268 મહિલાઓ ગુમ થઈ હતી. વર્ષ 2020 માં 8290 મહિલાઓ લાપતા થયા હોવાના સમાચાર છે. જ્યારે પાંચ વર્ષમાં તેની કુલ સંખ્યાનો આંકડો 41621 સુધી પહોચી ગયો હતો.
મોદી અને શાહના ગુજરાતમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર
ગુજરાતની ભાજપા સરકાર દ્વારા વર્ષ 2021માં વિધાનસભામાં આપેલા એક નિવેદન પ્રમાણે અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષ 2019-20માં 4722 મહિલાઓ ગુમ થયાની વાત કરી હતી. આ ઉપરાંત જવાબ મુજબ વર્ષ 2015થી મહિલાઓના ગુમ થવાના આંકમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના હોવાથી આ વાત ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે.