નેશનલ

પુલવામામાં વધુ એક મોટો ધડાકો કરવાના ષડ્યંત્રનો પર્દાફાશ, IEDના જથ્થા સાથે શખસ ઝડપાયો

Text To Speech
  • ઝડપાયેલો શખસ આતંકીઓનો મદદગાર
  • મદદગાર પાસેથી તપાસમાં 6 KG IED જપ્ત કરાયું
  • અગાઉ 5 દિવસમાં 5 આતંકીઓને કરાયા છે ઠાર

કાશ્મીર ખીણના પુલવામામાં પોલીસ અને સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે અહીં એક આતંકવાદી મદદગારની ધરપકડ કરી છે. આ સાથે લગભગ છ કિલો IED પણ મળી આવ્યો છે. આ મામલે પોલીસ અને સુરક્ષા દળોની તપાસ ચાલી રહી છે.

ઝડપાયેલો આતંકી મદદગાર અરીગામનો રહેવાસી

મળતી માહિતી અનુસાર, પુલવામા પોલીસે આતંકવાદી સુત્રધાર ઈશફાક અહેમદ વાનીની ધરપકડ કરી છે. તે પુલવામાના અરીગામ વિસ્તારનો રહેવાસી છે. તેના ખુલાસા પર પોલીસે લગભગ પાંચથી છ કિલો વજનનો IED જપ્ત કર્યો હતો. જેના કારણે પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.

ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

સતત ત્રણ એન્કાઉન્ટર બાદ ઉત્તર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ એન્કાઉન્ટરમાં સંયુક્ત સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે જમીન પર વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં હવાઈ દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પાંચ દિવસમાં 5 આંતકીઓ ઢેર

આતંકવાદીઓ અથવા વિસ્ફોટકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ હિલચાલ અટકાવવા માટે ઉભા કરાયેલા વિવિધ ચેક પોઈન્ટ પર સ્નિફર ડોગ્સ સુરક્ષા કર્મચારીઓને વાહનોની તપાસમાં મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સુરક્ષા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે કારણ કે કાશ્મીર આ મહિનાના અંતમાં પર્યટન પર G20 કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. છેલ્લા પાંચ દિવસમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી ત્રણ દક્ષિણ કાશ્મીરના હતા.

Back to top button