ગુજરાતટોપ ન્યૂઝ

તમામ વ્યવસ્થા છતાં પરિવહનમાં તલાટી પરીક્ષાર્થીઓ પરેશાન

  • ઉમેદવારો દ્વારા ટ્રાફિક જામનો નિકાલ આવે તેવી અપીલ
  • પરીક્ષાર્થીઓ દ્વારા હસમુખ પટેલ પાસે ટ્વિટ કરીને મદદ માંગવામાં આવી
  • પરીક્ષા માટે રાજ્ય સરકાર અને પંચાયત પસંદગી મંડળ દ્વારા તમામ વ્યવસ્થા કરાઇ

ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે રાજ્ય સરકાર અને પંચાયત પસંદગી મંડળ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, છતાં પણ ઉમેદવારોને સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના માટે હવે પરીક્ષાર્થીઓ દ્વારા હસમુખ પટેલ પાસે ટ્વિટ કરીને મદદ માંગવામાં આવી રહી છે.

ઉમેદવારો દ્વારા ટ્રાફિક જામનો નિકાલ આવે તેવી અપીલ

અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ઘણાં સ્થાનો પર ઉમેદવારો વહેલી સવારથી બસની રાહ જોઈ રહ્યા છે અને તેના માટે હવે વિદ્યાર્થીઓ ટ્વિટ કરીને પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ પાસે મદદ માંગી રહ્યા છે. જેમાં ઉમેદવારો દ્વારા ટ્રાફિક જામનો નિકાલ આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાજ્યમાં 8.64 લાખથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં પણ ઉમેદવારોને મોડું થઈ રહ્યું છે

આ ઉપરાંત ગાંધીનગર અડાલજ હાઈવ પર આજે સવારથી જ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અડાલજ હાઇવે પર સર્જાયો ટ્રાફિક જામના કારણે ઉમેદવારોની મુશ્કેલી વધી રહી છે. પરીક્ષા આપવા જનારા અનેક ઉમેદવારો ટ્રાફિકમાં ફસાયા છે. જેના કારણે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં પણ ઉમેદવારોને મોડું થઈ રહ્યું છે. લાંબા ટ્રાફિકજામ કારણે ઉમેદવારોની ચિંતા વધી છે અને તેમને પંચાયત પરીક્ષા મંડળના ચેરમેન હસમુખ પટેલ પાસે મદદ માંગી છે.

રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા

વાત જો રાજકોટની કરવામાં આવે તો રાજકોટ ભાવનગર હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં આટકોટ એસટી બસ સ્ટેશન પાસે એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. જેના કારણે પરીક્ષાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ઘણી એસટી બસ પણ ટ્રાફિક જામમાં ફસાઈ છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ પણ હાજર ન હોવાથી ટ્રાફિકનો નીકાલ પણ શક્ય બની રહ્યો નથી.

આ પણ વાંચો: વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોનાનો ભાવ વધ્યો

ઉમેદવારોની ભીડ વધતા ST સેવા ખોરવાઇ ગઈ

ઉમેદવારોની ભીડ વધતા ST સેવા ખોરવાઇ ગઈ હોવાની પણ વિગતો સામે આવી રહી છે. આજે સવારના 6 વાગ્યાથી ઉમેદવારો બસની રાહ જોઈ રહ્યા છે. જેમાં એસટી વિભાગ દ્વારા એક્સટ્રો બસો દોડાવામાં આવી છતાં પણ પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: સુરત: મૃત્યુ નજીક પહોંચેલી પ્રસૂતાને સિવિલના તબીબોએ ઉગારી

અમદાવાદમાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો પહોંચ્યા

અમદાવાદમાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો પહોંચ્યા છે. જેના માટે રાણીપ ST બસ સ્ટેન્ડ પર ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર મોડી રાતથી જ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ઉમેદવારોના પરીક્ષા કેન્દ્ર બીજા જિલ્લામાં હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે સરકાર દ્વારા પરિવહનની ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં પરીક્ષાર્થીઓને પરિવહનમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

Back to top button