ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકાના શોપિંગ મોલમાં ગોળીબાર થતાં 9 લોકોના મોત, હુમલાખોરને પોલીસે ઠાર માર્યો

અમેરિકાના ટેક્સાસમાં એક શોપિંગ મોલમાં ગોળીબાર થયો છે, જેમાં બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરને મારીને ઠાર કર્યો.

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરની ઘટના ટેક્સાસની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસના એક શોપિંગ મોલમાં ગોળીબાર થયો છે, જેમાં નવ લોકોના મોત થયા છે અને બાળકો સહિત ઘણા લોકો ઘાયલ પણ થયા છે. સત્તાવાળાઓને ટાંકીને શંકાસ્પદ વ્યક્તિએ ટેક્સાસમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબાર કર્યો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરતાં શંકાસ્પદ શૂટરને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમેરિકાના ઈન્ડિયાનાના શોપિંગ મોલમાં ગોળીબાર, ત્રણના મોત અને ત્રણ ઘાયલ

ગોળીબારમાં 9 લોકોના મૃત્યુ

ટેક્સાસમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં એક બંદૂકધારીએ ગોળીબાર કરતા 9 લોકોના મૃત્યુ થાય હતા, એલન પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં 7 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં 3ની હાલત ગંભીર છે. ટ્વિટર પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોલમાં હવે કોઈ ખતરો નથી. એલન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ બંદૂકધારી હુમલાખોરને ગોળી મારીને હત્યા કરી હતી. વધુમાં એલન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે બહુવિધ સુરક્ષા એજન્સીઓની સક્રિય કાર્યવાહીએ મોટા જોખમ થતું ટાળ્યું હતું. હવે કોઈ ખતરો નથી.

આ પણ વાંચો : ગુપ્ત દસ્તાવેજો લીક થવાને કારણે અમેરિકા – પાકિસ્તાનના સંબંધો ઉપર જોખમ ?

ગોળીબારમાં 7 લોકો ઘાયલ થયા હોવાની આશંકા

કોલિન કાઉન્ટી મુખ્ય અધિકારી (શેરિફ) જણાવ્યું હતું કે ગોળીબારમાં 7 લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. એલન પોલીસ વિભાગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલના માધ્યમથી લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. શેરિફ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મોલમાં કેટલાક પીડિતો છે. જો કે, પ્રવક્તાએ કહ્યું કે હાલ તેની સ્થિતિ વિશે કોઈ જાણકારી નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં સૌથી મોટો નવો Mall, જાણો- આ મોલમાં શું-શું હશે ?

હાલમાં પરિસ્થિતિ નિયત્રણ હેઠળ

અમેરિકન સાંસદ કીથ સેલ્ફે કહ્યું કે પોલીસે પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. તેમણે વધુમાં કહ્યું કે એક શૂટરને ઠાર કરવામાં આવ્યો છે અને રિપોર્ટ મુજબ ઘણી જાનહાનિ થઈ છે. એક ટ્વિટમાં, કીથ સેલ્ફે કહ્યું કે આજે એલન પ્રીમિયમ આઉટલેટ્સમાં શૂટિંગના દુઃખદ સમાચારથી અમે દુખી છીએ. અમારી પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. તેમણે વધુમાં કહ્યું કે આ એક ગંભીર પરિસ્થિતિ છે, પરંતુ પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. ગોળીબાર કરનાર સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓ લોકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે. વિસ્તારના લોકોને તેમના ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Back to top button