ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: જીરૂના ભાવમાં અસાધારણ તેજી, ભાવ આસમાને પહોચ્યો

Text To Speech
  • રાજ્યમાં જીરુંમાં જબ્બર તેજી આવી છે
  • ગત વર્ષ કરતા બમણા જીરાના ભાવ ડબલ
  • મણના રૂપિયા 9000 બોલાયા છે

ગુજરાતમાં જીરૂના ભાવમાં અસાધારણ તેજી થઇ છે અને દરરોજ તેના ભાવ નવા રેકર્ડ બનાવી રહ્યું છે. ગત વર્ષે જીરૂના ભાવ મણે રૂ.4400થી 4500 બોલાયા હતા. જ્યારે આ વર્ષે જીરૂના ભાવ ગત વર્ષ કરતા બમણા એટલે કે રૂ.9000 મણના બોલાયા છે.

આ પણ વાંચો: વિદ્યાર્થીને 6 વર્ષમાં 1 દિવસ જ બાકી રહેતા પ્રથમ ધોરણમાં પ્રવેશનો HCનો આદેશ

જીરૂ રૂ.9000ના મણ લેખે વેચાણ કર્યાના સમાચાર

જીરૂમાં હજુપણ નવી સીઝનને 9 મહિનાની વાર હોય તેથી વધુ તેજી થવાની શક્યતા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં શનિવારે જીરૂના 1460 કિવન્ટલનો વેપાર થયો હતો અને રૂ.8000 થી 8680ના ભાવે સોદા પડયા હતા. જ્યારે જસદણમાં 500 કિવન્ટલનો વેપાર થયો હતો અને રૂ.5000થી 8750ના ભાવે સોદો થયો હતો. જ્યારે બળધોઇના એક ખેડૂતે તેનું જીરૂ રૂ.9000ના મણ લેખે વેચાણ કર્યાના સમાચાર સાંપડયા છે.

આ પણ વાંચો: ઈમ્પેક્ટ ફીના નવા રાઉન્ડમાં અરજીઓના નિકાલમાં તંત્રની નિરશતા

આ વર્ષે જીરૂના ઓછા વાવેતરને કારણે સ્ટોક કલીયર થઇ ગયો

જીરૂના ભાવમાં તોફાની તેજીના કારણ આપતા યાર્ડના વેપારી જણાવે છે કે અગાઉ જીરૂમાં ચારથી પાંચ વર્ષનો સ્ટોક ખેંચાતો આવતો હતો. પરંતુ આ વર્ષે જીરૂના ઓછા વાવેતરને કારણે તે સ્ટોક કલીયર થઇ ગયો છે. તેમજ જીરૂનું આ વર્ષે વાવેતર પણ ઓછુ થયું છે અને સમગ્ર દેશમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જીરૂનો પાક થતો હોય તેથી આ વર્ષે માલની અછત રહે તેવી પૂરી સંભાવના છે. હજુ જીરૂની નવી સીઝનને નવ મહિનાની વાર છે અને જીરૂ ઇમ્પોર્ટ થાય તેવી શક્યતા નહીવત છે. તેથી આગામી દિવસોમાં જીરૂમાં વધુ તેજી થવાની શક્યતા નકારી શકાય નહી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓના પરિવારને આર્થિક સહાય મળશે 

વરિયાળીના ભાવમાં પણ આ વર્ષે જોરદાર તેજી

વરિયાળીના ભાવમાં પણ આ વર્ષે જોરદાર તેજી ભભૂકી છે. ગત વર્ષે વરીયાળીનો ભાવ મણે રૂ.2200 થી 2300 બોલાયો હતો જે આ વર્ષે વધીને રૂ.3500 એટલે કે દોઢ ગણાથી વધુ થઇ ગયો છે. જ્યારે ધાણાના ભાવ ગત વર્ષે સારા હોવાથી ખેડૂતોએ તેનું વધુ વાવેતર કર્યું હતું. જેના કારણે તેના ભાવ 50 ટકા જેટલા ઘટી ગયા છે. ગત વર્ષે ધાણાનો ભાવ મણનો રૂ.2000થી 2500 સુધી બોલાયો હતો. જે આ વર્ષે રૂ.1200થી 1300નો ભાવ ચાલી રહ્યો છે.

Back to top button