- ભૂતકાળમાં હાઈકોર્ટે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતને ટાંક્યા
- જુદી જુદી 53 અરજીઓ હાઈકોર્ટમાં થયેલી
- 1 જૂનના રોજ બાળકને છ વર્ષ પૂર્ણ થવામાં એક દિવસની ઘટ
છ વર્ષ પૂરા થયા હોય તો જ ધોરણ-1માં પ્રવેશ આપવા અંગેના સરકારના નવા નિયમના લીધે, છ વર્ષમાં એક જ દિવસ ખૂટતો હોવાથી પ્રવેશથી વંચિત બાળકના પિતાએ કરેલી અરજીમાં, હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, અરજદારના બાળકને બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવે.
આ પણ વાંચો: ઈમ્પેક્ટ ફીના નવા રાઉન્ડમાં અરજીઓના નિકાલમાં તંત્રની નિરશતા
1 જૂનના રોજ બાળકને છ વર્ષ પૂર્ણ થવામાં એક દિવસની ઘટ
ભૂતકાળમાં હાઈકોર્ટે પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતને ટાંકતા હાઈકોર્ટે કહ્યું છે કે, જ્યારે કાયદામાં શબ્દ કે શબ્દોનો સમુહ બે વૈકલ્પિક અર્થઘટન પુરા પાડવા માટે સક્ષમ હોય, જે એક સમાન અર્થ તરફ્ દોરી જાય છે. જ્યારે શબ્દોની મારામારીમાં પડયા વગર અથવા તો વસ્તુથી વિચલિત થયા વગર કાયદો અથવા નિયમનો શબ્દ અથવા વસ્તુનો વૈકલ્પિક અર્થ આપવો શક્ય છે. આ પ્રકારના વૈકલ્પિક અર્થ કાયદા અથવા નિયમની જોગવાઈને હેતુપૂર્ણ બનાવવા માટે લાગુ કરવા જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓના પરિવારને આર્થિક સહાય મળશે
પહેલી જૂનના રોજ બાળકને છ વર્ષ પૂર્ણ થવામાં એક દિવસની ઘટ પડે છે
સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે પહેલી જૂનના રોજ બાળકને છ વર્ષ પૂર્ણ થવામાં એક દિવસની ઘટ પડે છે. સરકારના નવા નિયમ મુજબ પહેલી જૂને બાળકના છ વર્ષ પુરા થયા હોય તેને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. જો અરજદારના બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તો તેને ફરીથી સિનિયર કેજીમાં જવુ પડશે અને તેનુ એક વર્ષ બગડશે. બીજી તરફ્, રાજ્ય સરકારની રજૂઆત હતી કે, વર્ષ 2012ના રૂલ્સમાં સરકારે વર્ષ 2020માં સુધારો કરીને ત્રણ વર્ષ સુધી આ સુધારાના અમલ પર રાહત આપેલી.
આ પણ વાંચો: રાજ્યમાં 8.64 લાખથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે
જુદી જુદી 53 અરજીઓ હાઈકોર્ટમાં થયેલી
પહેલી જૂને જે બાળકના છ વર્ષ પૂરા થયા ન હોય તેને પહેલા ધોરણમાં પ્રવેશ ના મળી શકે તેવા સરકારી નિયમની કાયદેસરતાને પડકારતી જુદી જુદી 53 અરજીઓ હાઈકોર્ટમાં થયેલી છે. જેમાં, હાઈકોર્ટેસરકારને નોટિસ પાઠવેલી છે. જે અરજીની સુનાવણી 12 જૂને હાથ ધરાશે.