IPL-2023ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 : બેંગ્લોરને 7 વિકેટે હરાવી પ્લે ઓફની આશા જીવંત રાખતું દિલ્હી

Text To Speech
  • ફિલિપ સોલ્ટે 45 બોલમાં 87 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી
  • RCBને 182 રનનો ટાર્ગેટ મળ્યો હતો
  • કોહલીના હોમ ગ્રાઉન્ડમાં જ તેની હાર થઈ
  • પોઈન્ટ ટેબલમાં દિલ્હી નવમા સ્થાને પહોંચ્યું

IPLની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને સાત વિકેટે હરાવ્યું. આ જીત સાથે દિલ્હીએ RCB પાસેથી પાછલી હારનો બદલો લઈ લીધો. RCBએ 15 એપ્રિલે દિલ્હીને 23 રને હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે દિલ્હીએ પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. તેને હજુ ચાર મેચ રમવાની બાકી છે.

પોઈન્ટ ટેબલમાં દિલ્હી નવમા સ્થાને છે

દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાનેથી 9મા સ્થાને પહોંચી ગઈ છે. ચાર જીત અને છ હાર બાદ 10 મેચમાં તેના આઠ પોઈન્ટ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના 10 મેચમાં 10 પોઈન્ટ છે અને તે પાંચમા સ્થાન પર છે.

આરસીબીએ ટોસ જીત્યો હતો

આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. દિલ્હીએ 16.4 ઓવરમાં ત્રણ વિકેટે 187 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલી લાંબા સમય બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઉતર્યો હતો, પરંતુ તે જીતી શક્યો નહોતો. કોહલી, જે દિલ્હીનો છે, તે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમત રમીને મોટો થયો છે.

સોલ્ટની તોફાની બેટિંગ

દિલ્હીની આ મેચમાં ફિલિપ સોલ્ટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 45 બોલમાં 87 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. રિલે રુસોએ 22 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. મિચેલ માર્શે 26 અને ડેવિડ વોર્નરે 22 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલે અણનમ આઠ રન બનાવ્યા હતા. જોશ હેઝલવુડ, મહિપાલ લોમરોર, હર્ષલ પેટલને એક-એક સફળતા મળી.

કોહલી અને મહિપાલે અડધી સદી ફટકારી હતી

આરસીબીની ઇનિંગ્સની વાત કરીએ તો વિરાટ કોહલીએ તેના માટે સૌથી વધુ 55 રન બનાવ્યા. તેના સિવાય મહિપાલ લોમરોરે પણ અડધી સદી ફટકારી હતી. મહિપાલે 29 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મહિપાલનો સ્ટ્રાઈક રેટ 186.21 હતો.

Back to top button