IPL 2023 DC vs RCB : કોહલી અને લોમરોરની અર્ધી સદીથી દિલ્હીને 182 રનનો ટાર્ગેટ
- દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં મેચ
- બેંગ્લોરે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી
- 20 ઓવરમાં 181 રન ફટકાર્યા
IPLની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થઈ રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા છે.
દિલ્હીને મુશ્કેલ લક્ષ્ય મળ્યું
પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 20 ઓવરમાં ચાર વિકેટે 181 રન બનાવ્યા હતા. દિલ્હીને 182 રનનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો છે. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તેના સિવાય મહિપાલ લોમરોરે પણ અડધી સદી ફટકારી હતી. મહિપાલે 29 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. મહિપાલની સ્ટ્રાઈક રેટ 186.21 રહી હતી. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 32 બોલમાં 45 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 11 અને અનુજ રાવતે અણનમ આઠ રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. દિલ્હી તરફથી મિશેલ માર્શે બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદ અને મુકેશ કુમારને એક-એક સફળતા મળી.