વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર:ચારધામની યાત્રા પૂર્ણ કરી અંબાજી મંદિર ખાતે આવી
- આ પરિક્રમા 17 દિવસમાં 17 રાજ્યોમાંથી પસાર થઈ
પાલનપુર : વિશ્વની સૌથી મોટી શ્રી યંત્રની પ્રતિકૃતિ ચારધામની યાત્રા પૂર્ણ કરી અંબાજી મંદિર ખાતે આવી છે. આ પ્રસંગે જય ભોલે ગ્રૂપ, બનાસકાંઠાના કલેક્ટર અને મંદિરના વહીવટદાર સાથે પૂજારીઓ હાજર રહ્યા હતાં. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવામાં કોઈ પણ વિઘ્ન ન આવે તેને ધ્યાને રાખી શ્રી યંત્રની પ્રતિકૃતિ યંત્રની અંબાજીથી શરુ થઈ ચારધામની પરિક્રમા કરાવવામાં આવી હતી. 17 દિવસમાં આ પરિક્રમા 17 રાજ્યોમાંથી પસાર થઈ પરિક્રમા આજે ફરી અંબાજી મંદિરમાં પૂર્ણ થઈ હતી. ત્યારે શ્રી યંત્રની પ્રતિકૃતિને બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે અંબાજી મંદિરના વહીવટદાર અને જય અંબે ભોલે ગ્રુપ દ્વારા શ્રી યંત્રની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિર ખાતે શ્રી યંત્રની પ્રતિકૃતિને મૂકવામાં આવી હતી.
વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવાની કામગીરી અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હજી આ શ્રી યંત્રને બનાવવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ત્યારે આ વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્રનું 2200 કિલો જેટલું વજન છે. શ્રી યંત્રની કામગીરી પૂર્ણ થયા બાદમાં જગતજનની મા અંબાના નિજ મંદિરમાં જય અંબે ભોલે ગ્રુપ દ્વારા અર્પણ કરવામાં આવશે.
શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. તો મા જગત જનનની અંબાના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો માના દરબારે પહોંચતા હોય છે.
તો માતાજીના ભક્તો માતાજી માટે અનેકો પ્રસંગો સાથે સાથે શુભ કાર્ય પણ કરતા હોય છે. જેમાં અમદાવાદના જય અંબે બોલે ગ્રુપ દ્વારા વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવી માતાજીના મંદિરમાં અર્પણ કરશે.
આ પણ વાંચો : શું SBIનો લોગો અમદાવાદના કાંકરિયા તળાવમાંથી પ્રેરિત છે? જાણો સત્ય