મગફળી ખાવાના શોખીન છો?: જરાક આ વાંચી લેજો
- મગફળીનું વધુ પડતુ સેવન આરોગ્ય માટે હાનિકારક
- વધુ પડતા સેવનથી અનેક બિમારીઓને આમંત્રણ મળી શકે છે
- નક્કી કરેલી માત્રામાં જ મગફળી ખાવી જોઇએ
મગફળીને ગરીબોની બદામ કહેવાય છે. આપણા દેશમાં મગફળી ખુબ જ પ્રચલિત વસ્તુ છે. લોકો ફરાળમાં પણ તેનો બેફામ ઉપયોગ કરે છે, કેટલાક લોકો રોજ ટી ટાઇમમાં મગફળીનું સેવન કરે છે, કેટલાક લોકો મગફળીને સાથે રાખીને ફરે છે, જ્યારે ભુખ લાગે ત્યારે તે ખાઇ લે છે. જો તમે મગફળી ખાવાના શોખીન હો તો અને રોજ મગફળીનું સેવન કરતા હો તો ચેતી જજો. કેટલાક લોકો રોસ્ટેડ મગફળી, ચિક્કી કે પીનટ બટર ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ મગફળી ખાવાના ખૂબ જ શોખીન હો તો ચેતી જજો. તેનું વધુ પડતુ સેવન આરોગ્ય માટે હાનિકારક પણ બની શકે છે અને અનેક બિમારીઓને જન્મ આપે છે.
કેમ કરે છે નુકશાન
સૌથી મોટુ કારણ મગફળીની માત્રાનું છે. દરેક વસ્તુનો અતિરેક નુકશાન કરે છે. જો તમે નક્કી કરેલી માત્રા કરતા વધુ મગફળીનું સેવન કરતા હો તો તે તમારા શરીરને ફાયદાના બદલે નુકશાન પહોંચાડી શકે છે. મગફળી તમને બદામ જેવુ પોષણ જરૂર આપી શકે છે, પરંતુ તેને લોકો બદામ જેટલી માત્રામાં ન ખાઇને બે-ત્રણ મુઠ્ઠી ખાઇ લે છે. આ કારણે તે નુકશાન કરે છે. મગફળીના સેવનથી અમુક લોકોને એલર્જીની તકલીફ થઇ શકે છે. આવા લોકોએ કોઇ પણ હાલતમાં મગફળી ન ખાવી જોઇએ. ક્યારેક શ્વાસ રોકાવાની, ખંજવાળની, શ્વાસ ફુલી જવાની કે ગળામાં ખરાશ જેવી સમસ્યાઓ થઇ શકે છે.
વજન પણ વધી શકે છે
જો તમે વજન ઘટાડવા માટે મગફળી ખાઇ રહ્યા હો તો નક્કી કરેલી માત્રામાં જ ખઆવ. તેમાં મળી આવતી અનસેચ્યુરેટેડ ફેટ બોડીમાં જમા થઇને ફેટ બની જાય છે. તે હાર્ટની સમસ્યાઓને વધારી શકે છે. રોજ એક મુઠ્ઠીથી વધુ મગફળી ન ખાવી જોઇએ, નહીંતો વજન વધશે તે નક્કી છે.
મગફળીથી ડાઇજેશન બગડી શકે છે
મગફળી ખાવાથઈ ઘણા લોકોને એલર્જીની તકલીફ થઇ શકે છે. આ કારણે પેટમાં દુઃખાવો, ડાયેરિયા, ઉલ્ટી, જીવ ગભરાવો, ગળામાં સમસ્યા અને શ્વાસ લેવામાં સમસ્યા આવી શકે છે. મગફળી તમારુ ડાઇજેશન બગાડી શકે છે.
હાઇ બ્લડ પ્રેશર અને…
વધુ મગફળી ખાવાથી બ્લડ પ્રેશર ઘટી શકે છે તો રોસ્ટેડ કે સોલ્ટેડ મગફળી ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધીને હાઇ બ્લડ પ્રેશર વધી પણ શકે છે. આ ઉપરાંત મગફળીમાં ફોસ્ફરસની માત્રા વધુ હોય છે તેથી તે શરીરમાં ફાઇટિક એસિડના રૂપમાં શરીરમાં સ્ટોર થાય છે. મગફળી વધુ ખાવાથી શરીરમાં અન્ય મિનરલ્સનું અવશોષણ રોકાઇ જાય છે. તેનાથી પૌષ્ટિક તત્વોની કમી થાય છે.
આ પણ વાંચોઃ ક્યાંક તમે ખુદ તો નથી ઘટાડી રહ્યા ને તમારા બાળકનો કોન્ફિડન્સ?