જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળનો આજે 14મો દિવસ છે. બ્રિજભૂષણની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો ધરણા પર બેઠા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં બ્રિજભૂષણ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
મહિલા કુસ્તીબાજો હડતાળનો આજે 14મો દિવસ
દિલ્હીના જંતર-મંતર પર મહિલા કુસ્તીબાજો હડતાળનો આજે 14મો દિવસ છે. કોર્ટના આદેશ અનુસાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ વિરુદ્ધ જાતીય સતામણી અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે બે FIR નોંધવામાં આવી છે. આ FIRમાં મહિલા કુસ્તીબાજો દ્વારા બ્રિજભૂષણ શરણ સિંહ પર લગાવવામાં આવેલા આરોપોની માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા સામે આવી રહી છે.
આ પણ વાંચો : બજરંગ પુનિયાએ કર્યો મોટો દાવો, ‘રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ વિદેશ ભાગી શકે છે’
મહિલા કુસ્તીબાજો અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા રેસલર્સે FIRમાં માહિતી આપી છે કે બ્રિજભૂષણ શરણ સિંહ તેમનું કેવી રીતે શોષણ કરતા હતા. 7 માંથી 2 મહિલા કુસ્તીબાજોએ અહેવાલ આપ્યો હતો કે તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, બ્રિજભૂષણ શરૂઆતથી જ તેમના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમને કોર્ટ અને પોલીસ પર પૂરો વિશ્વાસ છે. તેમનો આરોપ છે કે આ બધા પાછળ એક બિઝનેસમેનનો હાથ છે.
આ પણ વાંચો : કુસ્તીબાજોએ જણાવ્યું કે ક્યાં સુધી વિરોધ ચાલુ રહેશે, દિલ્હી પોલીસ પર લગાવ્યા આ આરોપ
ખૂબ ડરી ગઈ અને આખી રાત ન ઊંઘી
FITમાં જણાવ્યું કે જ્યારે પણ બ્રિજભૂષણ તેમને શ્વાસ લેવાની રીત વિશે જણાવતા હતા ત્યારે તે જાંઘ, પેટ અને છાતીને ખોટી રીતે સ્પર્શ કરતા હતા. શ્વાસ કેવી રીતે લેવો તેની માહિતી આપવાના બહાને તે હંમેશા આવું કરતો હતો. રિપોર્ટમાં એક મહિલા કુસ્તીબાજે પણ માહિતી આપી હતી કે 2016માં ટૂર્નામેન્ટ દરમિયાન બ્રિજભૂષણ શરણ સિંહે એક રેસ્ટોરન્ટમાં તેની છાતી અને પેટને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આનાથી તેણી ખૂબ ડરી ગઈ અને આખી રાત સૂઈ શકી નહીં.
FIR નોંધી પોલીસે તપાસ શરૂ કરી
અન્ય એક મહિલા રેસલરે જણાવ્યું કે એક સ્પર્ધા દરમિયાન તેની સાથે આવું જ કૃત્ય થયું. અન્ય એક મહિલા કુસ્તીબાજનો આરોપ છે કે 2018માં એકવાર તેને એટલી જોરથી ગળે લગાવી હતી કે તે તેની છાતીની ખૂબ નજીક હતી. મહિલા કુસ્તીબાજો દ્વારા FIR નોંધીને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ન્યાય નહીં મળે તો મેડલ-એવોર્ડ સરકારને પરત કરશે
જ્યારે કુસ્તીબાજોએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની હડતાળ ચાલુ રહેશે. તેમની માંગ હજુ પણ એ જ છે કે જ્યાં સુધી બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરતા રહેશે. જો તેમને ક્યાંયથી ન્યાય નહીં મળે તો તેઓ તેમના ઓલિમ્પિક, એશિયન ગેમ્સના મેડલ અને એવોર્ડ સરકારને પરત કરશે. આ પુરસ્કારોમાં બજરંગ અને સાક્ષી મલિકને દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી મળ્યો હતો. બજરંગ, સાક્ષી મલિક અને વિનેશ ત્રણેયને દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન મળ્યો છે.