ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જામીન ઉપર બહાર આવેલા ડીસાના યુવકે ઘરે આત્મહત્યા કરી લીધી

Text To Speech

પાલનપુર : ડીસાના ધૂળિયાકોટ વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે યુવકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસાના ધૂળિયાકોટ વિસ્તારમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. સાગર ઠાકોરના નો 23 વર્ષીય યુવક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો.અગાઉ યુવતીને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં લગભગ દોઢ વર્ષથી તે જેલમાં હતો અને 14 દિવસ અગાઉ જ તે જામીન પર છૂટી બહાર આવ્યો હતો.ત્યારબાદ ગત મોડી રાત્રે અગમ્ય કારણોસર આ યુવકે ઘરમાં એંગલ પર સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ તેના પરિવારજનો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે જાણ કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામુ કરી હતી લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.


જોકે મૃતકના પરિવારજનો અંકિત ઠાકોર અને જગદીશ રાજપૂતનું કહેવું છે કે અગાઉ જે યુવતીએ તેના પર ફરિયાદ કરી હતી તેના પરિવારજનો મૃતક પાસે પૈસા માંગણી કરતા હતા અને ગત રાતે પણ તેઓ રીક્ષા ભરીને આવ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી. જેથી ડરી ગયેલા સાગરે આત્મહત્યા કરી છે જોકે પોલીસ ધમકી આપનારા લોકો સામે ફરિયાદ નોંધતી નથી અને જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો તેઓ ઇનકાર કરી રહ્યા છે.

ડીસા શહેર ઉત્તર પોલીસે અત્યારે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી એડી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ હવે મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા પોલીસ તેના પરિવારજનો ને સમજાવવાના પ્રયાસો હાથ કર્યા છે. અને આ મામલે જે ઝીણવટ ભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : સૂઈગામના ઉચોસણ ગામ નજીક તળાવમાં ડૂબી જતાં 3 પિતરાઈ ભાઈ બહેનોના મોત નિપજતાં અરેરાટી

Back to top button