બનાસકાંઠા : રોટરી ક્લબ ડીવાઈવન દ્વારા યોજાયો ફ્રી થાઈરોઈડ અને ડાયાબિટીસ કેમ્પ
પાલનપુર : રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા શહેરમાં અલગ અલગ સમયે બાળકો તેમજ મહિલાઓના સ્વાસ્થ્યને લઈને કેમ્પ યોજવમાં આવે છે. જેમાં વિવિઘ ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટરને બોલાવી નિદાન કરવામાં આવે છે. ત્યારે થાઇરોઈડ અને ડાયાબિટીસ ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં 25 જેટલી બહેનોનું ચેક અપ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શારદા વુમન્સ હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ ડો.બિનલબેન માળી, ઉપપ્રમુખ ડો.વર્ષાબેન પટેલ, જોઈન્ટ સેક્રેટરી કાંતાબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. જીગીશાબેન પ્રજાપતિ સાથે રોટેરીયન અલ્પાબેન ,વીણાબેન ફાલ્ગુનીબેન અનેદીપિકાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ડૉ. અરવિંદભાઈ પ્રજાપતિ તેમજ તેમના સ્ટાફનો ખૂબ જ સહકાર મળ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 મે ના આબુ ખાતે બ્રહ્માકુમારીઝ શાંતિવનની લેશે મુલાકાત