ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હાઇ બીપી અને ડાયાબિટીસ ભગાડશે આ સીઝનનું ફળ જાંબુ

Text To Speech
  • ગરમી અને વરસાદની સીઝનમાં મળતા જાંબુ ખાઇને ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે
  • જાંબુ લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફુડ છે, તેને ખાવાથઈ બ્લડ શુગરનું લેવલ નોર્મલ રહે છે
  • શુગરની બીમારીનો ઇલાજ કરનાર જાંબુ ઇમ્યુનિટી વધારે છે

ડાયાબિટીસના દર્દીઓ હંમેશા પરેશાન રહેતા હોય છે કે શું ખાવુ અને શું નહીં? એક ખોટી વસ્તુ ખાઇ લેવાથી બ્લડ શુગર તેનું વિકરાળ રૂપ લઇ શકે છે, પરંતુ કેટલાક ફળ એવા છે જેના ખાઇને તમે ડાયાબિટીસથી પીછો છોડાવી શકો છો.

ડાયાબિટીસ અને હાઇ બ્લડ શુગરના લક્ષણોમાં રાતે વધુ વખત વોશરૂમ જવુ, વધારે તરસ લાગવી, કારણ વગર વજન ઘટવુ, ભુખ લાગવી, નજર ધુંધળી થવી, હાથ અને પગ સુન્ન પડવા, ઇજા યોગ્ય ન થવી, ડ્રાય સ્કિન, થાક લાગવો સામેલ છે.

ગરમી અને વરસાદની સીઝનમાં મળતા જાંબુ ખાઇને ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે. આ એક બહેતર ડાયાબિટીક ફુડ છે. જેને અનેક સંશોધનોમાં બ્લડ શુગર કન્ટ્રોલ કરનાર કહેવાયા છે. તેને યોગ્ય રીતે ખાઇને ડાયાબિટીસ પણ કન્ટ્રોલમાં રાખી શકાય છે.

જાણો શું થાય છે ફાયદા

જાંબુ લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફુડ છે, તેને ખાવાથી બ્લડ શુગરનું લેવલ નોર્મલ રહે છે. તેમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારતા કમ્પાઉન્ડ હોય છે. તેના કારણે શરીર આ હોર્મોનનો બેસ્ટ ઉપયોગ કરે છે.

 હાઇ બીપી અને ડાયાબિટીશ ભગાડશે આ સીઝનનું ફળ જાંબુ hum dekhenge news

ડાયાબિટીસમાં જાંબુ

જો તમે ડાયાબિટીસના દર્દી હો તો તમે જાંબુનુ ફળ, જાંબુની ગોટલી, તેના ઝાડની છાલનું ચુરણ અને જાંબુના પાંદડાનો ઉકાળો બનાવીને પી શકો છો. તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર પણ વધુ હોય છે. તેથી તે વેઇટ લોસ ફ્રેન્ડલી ફુડ કહેવાય છે.

ઇમ્યુનિટી વધારે છે, હાર્ટ માટે બેસ્ટ

શુગરની બીમારીનો ઇલાજ કરનાર જાંબુ ઇમ્યુનિટી વધારે છે. તેમાં વિટામીન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, તે ઇમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે. તે દિલની બીમારીઓથી બચાવે છે. જાંબુ ખાવાથી હાઇ બ્લડ શુગરમાં ઘટાડો થાય છે. સ્કીન હેલ્ધી થાય છે, હેર પણ હેલ્ધી રહે છે અને બ્લડ સર્ક્યુલેશન સારુ રહે છે.

આ પણ વાંચોઃ નાગા ચૈતન્યએ પૂર્વ પત્ની સામંથાના કર્યા વખાણ, કહ્યું- ‘તે તમામ ખુશીઓને હકદાર છે’

Back to top button