રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે પનીરને લઈ આરોગ્ય વિભાગના દરોડા
રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા નકલી પનીર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ શહેરના વિવિધ સ્થળોએ દરોડા કરી મોટી માત્રામાં બનાવટી પનિરનો જથ્થો પકડી પાડ્યો છે. શહેરમાં આજે સતત પાંચમા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દુકાનો, રેસ્ટોરન્ટ અને દૂધની દુકાનો પર દરોડા પાડી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉલીખનીય છે કે શહેરમાં અત્યાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટી માત્રામાં નકલી પનીરનો જથ્થો પકડ્યો છે ત્યારે આજે સતત પાંચમા દિવસે પણ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ નકલી પનીર મામલે દરોડા પાડ્યા હતા. અગાઉ પણ આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 1600 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સરકારી શાળાઓ બંધ થઈ રહી છે પણ સરકારને ખાનગી શાળાઓમાં વધુ રસ !
આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં રાજ્યવ્યાપી પણ પનીરને લઈ દરોડા પાડી શકે છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને માત્ર પૈસા કામવવાના ઉદેશથી આ નકલી પનિરનો મોટા પાયે વેપલો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સતત પાંચમા દિવસે રાજકોટ શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે.