ખેડા જિલ્લાની મહી કેનાલમાંથી મળ્યા 2 બાળકોના મૃતદેહ, સેવાલિયા પોલીસે હાથ ધરી તપાસ
ખેડા જિલ્લાના ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કેનાલમાંથી બે બાળકોના તળતા મૃતદેહને જોઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મહી નદીમાંથી બાળકોના મૃતદેહ મળ્યા
મળતી માહીતી મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહી કેનાલમાં બે બાળકોના તરતા મૃતદેહ જોઈને સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાની સાથે જ સેવાલિયા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આ બાળકો કોણ છે તેની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
મહત્વનું છે કે ગઈ કાલે ગળતેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે આજે કેનાલમાંથી અજાણ્યા બાળકોના મૃતહેદ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. હાલ પોલીસ દ્વારા બાળકોની ઓળખ કરી વાલી વારસોની શોધ કરવા સહિતની તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : આખા વર્ષનું મરચું ભરતા પહેલા ચેતી જજો ! આ શહેરમાંથી મરચાના પાઉડરમાં મળ્યા પથ્થરના કણ