ગુજરાતટોપ ન્યૂઝ

સંજય શેરપુરિયાને પોલીસ ગુજરાત લાવશે, કેટલાક નેતાઓ અને અધિકારીઓ ચિંતિત !

Text To Speech

વડાપ્રધાન કાર્યાલયના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ઠગ સંજય રાય ઉર્ફે સંજય શેરપુરિયાને રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવશે. તેની ડાયરીમાં રાજ્યના અનેક ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે મળીને કરાયેલા કરોડોના વ્યવહારોનો પર્દાફાશ થવાની શક્યતા છે. ગુજરાત પોલીસે લખનૌની સ્થાનિક કોર્ટમાંથી ઠગ સંજય શેરપુરિયાના છ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા છે. ગુજરાતના અનેક અધિકારીઓ સાથે તેની સાંઠગાંઠ હોવાની શક્યતા છે, તેના વ્યવહારો અનેક રાજકીય લોકો સાથે પણ હોવાનું કહેવાય છે. તેની એક અંગત ડાયરી હોવાની ચર્ચા છે, જે અમદાવાદમાં તેના સાસરિયાના ઘરે રાખવામાં આવી છે, જેમાં તેની બેનામી મિલકત, અધિકારીઓ અને નેતાઓ સાથેના કરોડોના વ્યવહારોની માહિતી હોવાની શક્યતા છે.સંજય - Humdekhengenewsગુજરાતના પૂર્વ આઈપીએસ પી કે ઝા સાથે પણ માત્ર 10મું પાસ સંજય શેરપુરિયા ઉર્ફે સંજય રાયના સંબંધો હોવાની ચર્ચા છે. તેની ડાયરીમાં અધિકારીઓ અને નેતાઓ સાથે થયેલા વ્યવહારોની માહિતી કોડ વર્ડમાં લખેલી છે, પોલીસ અને તપાસ એજન્સીને આ ડાયરીમાં લખેલા નામ અને રકમને ડીકોડ કરવા પ્રયત્ન કરશે. ગુજરાતના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર અને કચ્છ ભાજપના સાંસદ વિનોદ ચાવડા સાથે તેના નજીકના સંબંધો હોવાની ચર્ચા છે, પરંતુ સાંસદ ચાવડાએ એક દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ શેરપુરિયાને ઓળખતા નથી. ઉલ્લેખનીય છે કે, આરોપી શેરપુરિયા પણ કચ્છ સાથે સંબંધિત છે અને રણોત્સવના બહાને તેણે અનેક આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓને વડાપ્રધાન કાર્યાલયના સંપર્કમાં હોવાનું કહી કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા છે.

આ પણ વાંચો : Gujarat : હાઈકોર્ટે એરફોર્સના ત્રણ જવાનોની આજીવન કેદને સ્થગિત કરી જામીન મંજૂર કર્યા
સંજય - Humdekhengenewsકેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલય સાથે નિકટતા દર્શાવતા તેણે બે કરોડ રૂપિયાની સબસિડી પણ આપી છે. માત્ર ધોરણ 10 સુધી ભણેલા સંજયે ગુજરાતની યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટરેટની પદવી મેળવી હોવાનો દાવો કરીને પોતાના નામ સાથે ડૉ. પણ જોડી દીધું છે. ત્યારે હવે ગુજરાત પોલીસ ડાયરીમાંથી કેટલા નામો નિકાળે છે તે જોવું રહ્યું.

Back to top button