ગુજરાત

વર્ષ 2016 બાદ ગુજરાતમાં દિપડાની વસ્‍તી ગણતરી શરૂ કરાઈ

Text To Speech
  • શુક્રવાર સવારથી શરૂ થયેલી ગણતરી રવિવાર સુધી ચાલશે
  • છેલ્લી ગણતરી મુજબ દિપડાની સંખ્‍યા હતી 1395
  • 25 થી 30 ટકા વધારો થવાની શકયતા

આજે શુક્રવારથી સમગ્ર ગુજરાતમાં વર્ષ 2016 બાદ દિપડાની વસ્‍તી ગણતરીનો પ્રારંભ થયો છે. આ કામગીરી રવિવાર સુધી ચાલશે. જેમાં દિપડાની સંખ્‍યા વધવાની શકયતા સેવાય રહી છે. વન વિભાગ દ્વારા આજે અને કાલે દિપડાની વસ્‍તીનો પ્રાથમિક અંદાજ મેળવવામાં આવશે. બાદમાં તા.7મેના રોજ દિપડાની વસ્‍તી ગણતરીની ફાયનલ કામગીરી કરવામાં આવશે.

7 વર્ષના સમયગાળા બાદ ગણતરી હાથ ધરાઈ

દર પાંચ વર્ષે દિપડાની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે 2016માં ગણતરી કરવામાં આવી હતી ત્‍યારે ગુજરાતમાં દીપડાની વસ્‍તી વધીને 1395 એ પહોંચી હતી. વર્ષ 2016 પછી એટલે કે આજે સાત વર્ષના લાંબા સમયગાળા બાદ દિપડાની વસ્‍તી ગણતરી હાથ ધરવામાં આવી છે વચ્‍ચે કોરોના કાળને લઇ દિપડાની ગણતરી શકય બની ન હતી. ખૂબ જ ચાલાક અને ચપળ પ્રાણી દિપડાની વસ્‍તી ગણતરી ફુટમાર્ક, અવાઝ અને પ્રત્‍યક્ષ દેખાય તેના આધારે શરૂ કરવામાં આવી છે.

2011માં દિપડાની સંખ્‍યા 1160 હતી

આ કામગીરી માટે ખેડુતો, ખેતમજુરો અને એનજીઓની મદદ લેવામાં આવશે. જયાં દિપડાનો વસવાટ હોય તેવા તમામ વિસ્‍તારો – સ્‍થળને ગણતરી માટે આવરી લેવામાં આવ્‍યા છે. વર્ષ 2011માં ગુજરાતમાં દિપડાની સંખ્‍યા 1160 હતી. જયારે વર્ષ 2016માં દિપડાનો આંક વધીને 1395નો નોંધાયો હતો. આ વખતની ગણતરીમાં પણ દીપડાની વસ્‍તીમાં 25 થી 30 ટકા વધારો થવાનો અંદાજ છે. દિપડાની વસ્‍તી-ગણતરી પૂર્ણ થયા બાદ ગણતરી દરમ્‍યાન દિપડાની થયેલી સંખ્‍યાની જાહેરાત ગાંધીનગર ખાતેથી વનવિભાગ દ્વારા કરવામાં આવશે.

Back to top button