ગુજરાતમાં કોરોના ટાઢોબોળ : છેલ્લા 24 કલાકમાં નવા 73 કેસ નોંધાયા
- અમદાવાદમાં સૌથી વધુ 22 કેસ નોંધાયા
- રાજ્યમાં વધુ 179 દર્દી સ્વસ્થ થયા
- એક્ટિવ કેસની સંખ્યા 643 થઈ
ગુજરાતમાં ઘણા સમયથી શાંત રહેલ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો છે જો કે હાલ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 73 કેસ નોંધાયા છે. આજે વધુ 179 દર્દીઓ સ્વસ્થ થયા છે. આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.
ક્યાં શહેર – જિલ્લામાં કેટલા કેસ નોંધાયા ?
રાજ્યમાં આજે નવા 73 કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 22 કેસ, મહેસાણામાં 7 કેસ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 6-6 કેસ, સુરત કોર્પોરેશનમાં 5 કેસ, આણંદમાં 4 કેસ, વડોદરામાં 3 કેસ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ અને વલસાડમાં 2-2 કેસ, ભાવનગર, ડાંગ, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, નવસારી, રાજકોટ કોર્પોરેશન અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયો છે.
હાલમાં 3 દર્દીઓ વેન્ટીલેટર પર
રાજયમાં કુલ મૃત્યુઆંક 11074 થયો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.09 છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 643 થયા છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 640 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,79,205 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.