સ્ક્રીન પર વધુ સમય વીતાવો છો? તો જાણી લો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ વિશે
- દરેક વ્યક્તિનો સ્ક્રીન ટાઇમ રોજ બરોજ વધતો જાય છે
- વધુ પડતા સ્ક્રીન ટાઇમના લીધે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ થઇ શકે છે
- કોમ્પ્યુટરના ઉપયોગથી થતી આંખની સમસ્યા, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવાય છે
ફોન અને લેપટોપ પર કલાકો વીતાવવા કેટલાક લોકોની આદત બની ગઇ છે. કેટલાક લોકો ફોન પર ટાઇમપાસ કરે છે તો કેટલાક લોકો કામ માટે ઉપયોગ કરે છે. આ કારણે સ્ક્રીન ટાઇમ સતત વધતો જાય છે. આજકાલ લોકોને મેસેજ કે ચેટ પર વાત કરવી સરળ લાગે છે, પરંતુ જ્યારે તમે કોઇ વ્યક્તિ સાથે ચેટ કરો છો તો લાંબા સમય સુધી મોબાઇલનો યુઝ કરો છો. વધુ પડતા સ્ક્રીન ટાઇમના લીધે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ થાય છે.
શું છે કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ
કોમ્પ્યુટરના ઉપયોગથી થતી આંખની સમસ્યા, કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવાય છે. જેના કારણે આંખમા દુખાવો કે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. સ્ક્રીન પર વધુ સમય વિતાવનારી વ્યક્તિને આંખોમાં બળતરા થાય છે. આ બાબત ફક્ત મોટા લોકો માટે જ લાગુ પડતી નથી, બાળકો પણ તેનો શિકાર બની શકે છે. જે લોકો લાંબા સમય સુધી સ્ક્રીન પર બેસે છે.
કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ જોનારા રાખે આ સાવધાની
- કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ જોનારા લોકો આંખો પર ચશ્મા લગાવી લે છે. જો તમારો સ્ક્રીન ટાઇમ વધુ હોય તો તમે થોડી સાવધાની રાખી શકો છો.
- આંખોને ખરાબ થતી બચાવવા માટે દર 20 મિનિટ બાદ કમ સે કમ 20 મિનિટનો બ્રેક લો અને 20 ફુટ સુધી જુઓ તેમજ પાંપણ પટપટાવો. આ એક પ્રકારની એક્સર્સાઇઝ છે જે તમે રોજિંદી ઓફિસમાં પણ ફોલો કરી શકો છો.
- સ્ક્રીનથી આંખોની કેર કરવા માટે સ્ક્રીનને 20થી 28 ઇંચ દુર રાખો અને આંખોના લેવલથી કોમ્પ્યુટર કે લેપટોપ ચાર-પાંચ ઇંચ નીચે રાખો
- સ્ક્રીન પર ગ્લેર ફિલ્ટર લગાવો અને ટેક્સ્ટ સાવ નાના ન રાખો. આ સાથે વર્ષમાં એક વાર આંખોનું રૂટીન ચેકઅપ જરૂર કરાવો.
અપનાવો આ ઉપાય
- આંખોને એલર્જીથી બચાવવા સ્વચ્છ પાણીથી દિવસમાં બે વાર આંખ ધુઓ
- ખુબ બધુ પાણી પીવો. તે આંખોની હેલ્થ માટે પણ જરૂરી છે.
- બહાર નીકળતા પહેલા ચશ્મા અવશ્ય પહેલો
આ પણ વાંચોઃ શું તમે પણ વીગન છો? તો ખોરાકમાં જલ્દી એડ કરો આ ફુડ