ગુજરાતટોપ ન્યૂઝ

ભૂતકાળમાં ગેરરીતિમાં સંડોવાયેલા લોકોને IPS હસુમુખ પટેલે આપી ચેતવણી, જાણો શું કહ્યું !

Text To Speech

રાજ્યમાં તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ યોજાનાર છે ત્યારે ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલ અવારનવાર પરીક્ષાને લગતી માહિતી માટે ટ્વિટ કરતા હોય છે ત્યારે આજે હસમુખ પટેલે ટ્વિટ કરીને પેપર ફોડવાનો બદઇરાદો રાખનાર તત્વોને ચેતાવણી આપી છે.

હસમુખ પટેલે પેપર ફોડનારાઓને ટ્વિટ કરી ચેતવણી આપતા કહ્યું છે કે, ‘ભૂતકાળમાં પરીક્ષા સંબંધી ગેરરીતિમાં સંડોવાયેલા લોકો, કોચિંગ ક્લાસ, અસામાજિક તત્વો વિગેરે લોકો ઉપર રાજ્યનું ઈન્ટેલિજન્સ તંત્ર તથા પોલીસ ચાંપતી નજર રાખી રહેલ છે. ગેરરીતિનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ વિરોધમાં નવા કાયદા મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે’. ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કનું પેપર જાન્યુઆરીમાં લીક થયા બાદ હસમુખ પટેલને પસંદગી મંડળના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું સફળ આયોજન કર્યું હતું.

Back to top button