જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં બે જવાન શહીદ થયા હતા. જમ્મુ ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) મુકેશ સિંહે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં એક અધિકારી સહિત 4 જવાન ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર જિલ્લાના કાંડી જંગલ વિસ્તારમાં શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે રાજૌરીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પીટીઆઈએ સેનાના ઉત્તરી કમાન્ડને ટાંકીને કહ્યું કે ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો જેમાં બે સૈનિકો માર્યા ગયા અને ચાર ઘાયલ થયા છે. ઘાયલોમાં એક અધિકારી છે.
આ વિસ્તારમાં આતંકીઓ ફસાયા છે:
સેનાએ જણાવ્યું છે કે આસપાસના વિસ્તારોમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટર સ્થળ પર મોકલવામાં આવી છે. ઘાયલ જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં આતંકવાદીઓનું એક જૂથ ફસાયેલું છે. આતંકવાદીઓના જાનહાનિની પણ આશંકા છે ઓપરેશન ચાલુ છે.
ADGP દ્વારા અપાયેલ નીવેદન પ્રમાણે “આતંકવાદીઓએ જવાબી કાર્યવાહીમાં વિસ્ફોટક ઉપકરણ દાગ્યુ હતું. આર્મી ટીમને બે ઘાતક જાનહાનિ થઈ છે જેમાં એક અધિકારી સહિત ચાર વધુ સૈનિકો ઘાયલ થયા છે. આસપાસમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટરના સ્થળ પર મોકલવામાં આવી છે. ઘાયલ જવાનોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.”
આ પણ વાંચોઃ અતીકનું આતંકવાદી કનેક્શન : અલ કાયદાનો પત્ર-‘અતીક-અશરફની હત્યાનો બદલો લઈશું