AMCમાંથી પગાર લઈ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવનાર અધિકારીને કરાયો ઘરભેગો, ચાર્જશીટમા થયા મોટા ખુલાસા
અમદાવાદના વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજ મામલે મોટો ખુલાસો થયો છે. રૂ.40 કરોડના હાટકેશ્વર બ્રિજ માં ભ્રષ્ટાચાર મામલે AMCના અધિકારીની જ પોલ ખુલી છે. પોલ ખુલતા જ AMC ના અધિકારીને ઘર ભેગો કરી દેવામા આવ્યો છે.
હાટકેશ્વર બ્રિજ મામલે AMCના અધિકારીની પોલ ખુલી
અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને AMC દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ મામલે ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. હાટકેશ્વર બ્રિજ મામલે મનપાના અધિકારી મનોજ સોલંકીની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાર્જશીટમાં જાણવા મળ્યું છે કે બ્રિજના બાંધકામ માટે લૂઝ સિમેન્ટની આવક નોંધવામાં આવી હતી, જોકે તે સિમેન્ટ માટેના બિલોની ઓરિજિનલ કે ફોટો કોપી રજૂ કરવામા આવી ન હતી. તેમજ વિજિલન્સ વિભાગે મનોજ સોલંકી સામે યોગ્ય દેખરેખ નહીં રાખવાનો આરોપ લગાવ્યો છે.જેથી આ મામલે મનોજ સોલંકી સામે કાર્યવાહી કરતા તેને સસ્પેન્ડ કરાયો છે.
ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
હાટકેશ્વર બ્રિજ મામલે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે ચાર્જશીટમાં વધુ ખુલાસા થયા છે. ચાર્જશીટમાં સામે આવેલ વિગતો મુજબ બ્રિજના નિર્માણ માટે સિમેન્ટની આવક તો નોંધાઈ હતી, પરંતુ તેના ઓરિજનલ કે ફોટો કોપી બિલો રજૂ કરવામાં આવ્યા નહોતા. તેમજ . બ્રિજના ટેસ્ટિંગમાં જાણવા મળ્યું છે કે હાટકેશ્વર બ્રિજ બનાવવા માટે જેટલા જથ્થા સિમેન્ટનો ઉપયોગ દર્શાવાયો છે. એટલી સિમેન્ટ બ્રિજના સેમ્પલમાં મળી આવી નથી.એટલુ જ નહી પરંતુ 2017માં માસિક પ્રોગ્રેસ રિપોર્ટમાં 55 વખત સિમેન્ટના ટેસ્ટિંગ કરાયાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જ્યારે વિજિલન્સ સમક્ષ માત્ર 32 ટેસ્ટ રિપોર્ટ રજૂ કરાયા છે.
વિજિલન્સ વિભાગે કરી કાર્યવાહી
આમ આ બ્રિજ મામલે મનોજ સોલંકીની ગંભીર બેદરકારી સામે આવતા મ્યુનિ.વિજિલન્સ વિભાગે તેમણે વારંવાર નોટીસ પણ આપી હતી તેમ છતા તેમણે પોતાનું બચાવનામું રજૂ કર્યું નહોતું. જેથી તેમની સામે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામા આવી છે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા મળશે મંજુરી