- એમ.એસ.યુનિ.માં નોકરી અપાવાની લાલચે નાણાં પડાવતી ટોળકી સક્રિય
- સુરતના ભાઇ-બહેને રૂપિયા 6.30 લાખ ગુમાવ્યા
- વડોદરાના ડો.પરેશ મકવાણા સામે સુરત પોલીસ કમિશનરને અરજી
વડોદરામાં MSUમાં નોકરીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સુરતના ભાઇ-બહેને રૂપિયા 6.30 લાખ ગુમાવ્યા છે. તેમજ શૈલેષ અને વડોદરાના ડૉક્ટર વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે. તથા BCA ભણેલી યુવતીને ક્લાર્ક અને ધો.12 ભણેલા યુવકને પટાવાળાની નોકરીની લાલચ આપવામાં આવી હતી. તેમાં દાહોદના ગુનામાં મનીષ કટારા અને હાર્દિક દોશી પકડાયા નથી.
આ પણ વાંચો: તલાટી પરીક્ષાની ટ્રેનિંગમાં ગેરહાજર કર્મચારીને નોટિસ ફટકારાઇ
વડોદરાના ડો.પરેશ મકવાણા સામે સુરત પોલીસ કમિશનરને અરજી
શહેરની એમ.એસ.યુનિ.માં નોકરી અપાવાની લાલચે નાણાં પડાવતી ટોળકીએ સુરતના ભાઇ અને બહેન પાસેથી કુલ રૂ.6.30 લાખ પડાવ્યાં હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. આ મામલે ભાઇ-બહેને શૈલેષ સોલંકી અને ફિટનેસ સર્ટિ. આપતા વડોદરાના ડો.પરેશ મકવાણા સામે સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિ.માં સુપરવાઇઝર, ક્લાર્ક અને પટાવાળાની નોકરી અપાવવાની લાલચે ઠગ ટોળકીના ઠગાઈના કિસ્સા રોજેરોજ બહાર આવી રહયાં છે.
આ પણ વાંચો: ગુજરાત: રૂા.1100 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ થશે
પટાવાળાની પોસ્ટ માટે રૂ.2.80 લાખ લીધાં હતાં
ઠગોએ સરકારના બોગસ દસ્તાવેજના આધારે નોકરી અમદાવાદ, સુરત, રાજકોટ, દાહોદ અને મુંબઇના નોકરી વાંચ્છુકો પાસેથી અત્યારસુધી રૂ.2.21 કરોડ ખંખેરી લીધાં છે. શૈલેષ સોલંકીએ સુરતમાં સગા ભાઇ અને બહેનને એમ.એસ.યુનિ.માં નોકરી અપાવવાને બહાને ગતવર્ષે રૂ.6.30 લાખ પકડાવ્યાં હતાં. શૈલેષે સુરતના વરછામાં રહેતા કાજલબેન મકવાણા પાસે ક્લાર્કની પોસ્ટ માટે રૂ.3.50 લાખ અને અક્ષય મકવાણા પાસે પટાવાળાની પોસ્ટ માટે રૂ.2.80 લાખ લીધાં હતાં.
આ પણ વાંચો: ભરૂચ: બોગસ મરણ દાખલો બનાવનારા ડોકટર ભરાયા
આઠેક વ્યક્તિઓને યુનિ.માં બે કલાક બેસાડી રાખતો
આ મામલે અક્ષય મકવાણાએ જણાવ્યું હતું કે, શૈલેષ સોલંકીએ અમને 30 વખત વડોદરા બોલાવ્યાં હતાં. વડોદરાના ડો. પરેશ મકવાણાએ તપાસ કર્યા વગર અમને મેડિકલ સર્ટિફિકેટ આપ્યાં હતાં. અમારી પાસે કુલ રૂ.2,400 લઇ ડોક્ટરે ગતવર્ષની તા.6 જાન્યુ 2022નું ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું હતું. હોટલમાં બે દિવસ રાખી શૈલેષે સાહેબ બહાર ગયા હોવાના બહાના કાઢયાં હતાં. અમારી સાથે આઠેક વ્યક્તિઓને યુનિ.માં બે કલાક બેસાડી રાખતો હતો. ત્યારબાદ બોગસ જોઇનિંગ ઓર્ડર આપ્યો હતો. અમે સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે કે, શૈલેષ સોલંકી અને ડો.પરેશ મકવાણા સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, દાહોદના ગુનામાં મનીષ કટારા અને હાર્દિક દોશી પકડાયા નથી.