ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં જગ્યા ખાનગી કંપનીને ભાડે આપતા વિવાદ

Text To Speech
  • ખાનગી કંપનીઓને બિલ્ડિંગ ભાડે આપી દેવાતા વિરોધ થયો
  • સિન્ડિકેટ સભ્યોએ બેઠકમાં હાજરી ન આપી વિરોધ નોંધાવ્યો
  • બિલ્ડિંગ ભાડેથી આપવાના મામલે વિરોધ થયો હતો

ગુજરાત યુનિવર્સિટીની કેમ્પસમાં ખાનગી કંપનીઓને બિલ્ડિંગ ભાડે આપવાના મામલે ભારે વિરોધ થયો છે. સિન્ડિકેટ સભ્યો દ્વારા બોલાવેલી બેઠકમાં હાજરી ન આપી વિરોધ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કેમ્પસના બિલ્ડિંગ બારોબાર ખાનગી કંપનીને આપી દેવાયું હોવાના સિન્ડીકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આ જગ્યાએ બે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે

બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ ખાનગી કંપનીને ભાડેથી આપવામાં આવ્યો

યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ અટલ-કલામ ઈનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ ખાનગી કંપનીને ભાડેથી આપવામાં આવ્યો છે. ખાનગી કંપનીનને બિલ્ડિંગ ભાડેથી આપવાના મામલે અગાઉ સિન્ડિકેટ સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ યુનિ.ના સત્તાધીશો દ્વારા એક વિભાગના ડીનની સહિથી આ કંપનીઓને બિલ્ડિંગના માળ ભાડે આપી દેવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવતા સિન્ડિકેટ સભ્યો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરશે તેવુ સૂત્રો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતના આ પ્રવાસન-ધાર્મિક સ્થળોએ સી-પ્લેન ઉડાન ભરશે 

બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં બુધવારે સિન્ડિકેટની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ આ વિવાદને લઈ સિન્ડિકેટ સભ્યો દ્વારા બેઠકમાં હાજરી આપવામાં આવી નહોતી.

Back to top button