- રૂ.4 કરોડ, 70 લાખના ખર્ચે બે ફુટ ઓવર બ્રિજ બનાવવા હિલચાલ
- કેમ્પ હનુમાન મંદિર, રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે બે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે
- અંદાજ કરતાં 19.31 ટકા વધુ ભાવે કામ સોંપવાને પગલે વિવાદ
અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર, રાજસ્થાન હિન્દી સ્કૂલ પાસે બે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે. જેમાં અંદાજ કરતાં 19.31 ટકા વધુ ભાવે કામ સોંપવાને પગલે વિવાદ થયો છે. રૂ.47.0 કરોડની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થશે. તથા રસ્તાને ક્રોસ કરવા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત બોર્ડના પરિણામ મુદ્દે આંખ આડા કાન કરનારા વિદ્યાર્થીઓ ચિંતામાં
રૂ.4 કરોડ, 70 લાખના ખર્ચે બે ફુટ ઓવર બ્રિજ બનાવવા હિલચાલ
AMC દ્વારા શાહીબાગ વિસ્તારમાં કેમ્પ હનુમાન મંદિરના ગેટ પાસે અને રાજસ્થાન હિંદી હાઈસ્કુલ અને સ્વામિનારાયણ મંદિરના ઉતારા પાસે રસ્તો ઓળંગવામાં મુશ્કેલી ન પડે તે હેતુસર રૂ.4 કરોડ, 70 લાખના ખર્ચે બે ફુટ ઓવર બ્રિજ બનાવવા હિલચાલ હાથ ધરવામાં આવી છે અને આ હેતુસર શુક્રવારે યોજાનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે. આ બંન્ને ફુટ ઓવર બ્રિજ બનાવવા માટે AMCના એન્જિનીયરિંગ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા અંદાજની સરખામણીએ 19.31 ટકા વધુ ભાવનું કોન્ટ્રાક્ટર યમુનેશ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજૂર કરીને કામગીરી સોંપવાની તજવીજને પગલે વિવાદ સર્જાયો છે. AMC દ્વારા તૈયાર થનારા આ ફુટ ઓવર બ્રિજનો શહેરીજનો, રાહદારીઓ ઉપયોગ કરશે ખરા ? તેવો પ્રશ્ન મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ પ્રવાસન-ધાર્મિક સ્થળોએ સી-પ્લેન ઉડાન ભરશે
આ જગ્યાએ બનશે ફુટ ઓવર બ્રિજ
શહેરમાં શાહીબાગ ડફ્નાળાથી એરપોર્ટ જતાં VIP રોડને ક્રોસ કરીને કૅન્ટોમેન્ટ બોર્ડની પ્રિમાઈસિસમાં કેમ્પ હનુમાન મંદિરના ગેટ અને મધ્યઝોનમાં શાહીબાગ વોર્ડમાં રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલથી સ્વામિનારાયણ સંસ્થા મંદિરના ઉતારા પાસેની જગ્યામાં રસ્તાને ક્રોસ કરવા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.