- ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 50 ટકા ગુણ ફરજિયાત
- બોર્ડ પરીક્ષાના પરિણામને અવગણનારા વિદ્યાર્થીઓ નીટ-જેઇઇમાં અટવાશે
- મેડિકલ, આઇઆઇટીમાં લાયકાતના ધોરણો અનેક વિદ્યાર્થીઓની ચિંતા વધારશે
ગુજરાત બોર્ડના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નબળા પરિણામને લઇને તર્કવિતર્કનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાની અનદેખી કરનારા અનેક વિદ્યાર્થીઓ નીટ અને જેઇઇ એડવાન્સમાં અટવાય એવી સ્થિતિ સર્જાઇ છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઘુમા જમીન કાંડમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓ વધી
મેડિકલ, આઇઆઇટીમાં લાયકાતના ધોરણો અનેક વિદ્યાર્થીઓની ચિંતા વધારશે
મેડિકલ કોલેજો અને આઇઆઇટીમાં પ્રવેશ માટેના લાયકાતના ધોરણો અનેક વિદ્યાર્થીઓની ચિંતા વધારશે. મેડિકલ માટે પીસીબી વિષયોમાં 50 ટકા અને જેઇઇ એડવાન્સમાં 75 પર્સેન્ટાઇલની જોગવાઇ અનેક વિદ્યાર્થીઓની મૂંઝવણ વધારશે. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણે તેજસ્વી વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ઓછું ધ્યાન આપવાની સાથે જ જેઇઇ અને નીટ જેવી પરીક્ષાઓ પર વધુ ભાર આપે છે.
આ પણ વાંચો: ગુજરાત: 2023-24ના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને વધુ દિવસ શાળાએ જવું પડશે
ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 50 ટકા ગુણ ફરજિયાત
જોકે, તે સાથે જ ગુજરાત બોર્ડના પરિણામ મુદ્દે આંખ આડા કાન કરનારા વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાઇ ગયા છે. તજજ્ઞો, આચાર્યોના જણાવ્યા મુજબ, બી ગ્રુપના વિદ્યાર્થીઓ મેડિકલ, પેરા મેડિકલ કોલેજોમાં પ્રવેશની આશ રાખે છે. તે માટે નીટ પરીક્ષા ફરજિયાત છે. જોકે, નીટ પરીક્ષા બાદ જ્યારે મેરીટ તૈયાર થાય ત્યારે બોર્ડ પરીક્ષામાં પીસીબી વિષય એટલે કે ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 50 ટકા ગુણ ફરજિયાત છે. જનરલ, ઇડબલ્યૂએસ કેટેગરીમાં 50 ટકા, અને એસઇબીસી, એસસી, એસટીમાં 40 ટકા ગુણ ફરજિયાત છે.
આ પણ વાંચો: ગુજરાતના આ પ્રવાસન-ધાર્મિક સ્થળોએ સી-પ્લેન ઉડાન ભરશે
એટલે કે જનરલ કેટેગરીમાં 450માંથી 225 મેળવવા જરૂરી છે. તે જ પ્રમાણે જેઇઇ એડવાન્સ બાદ આઇઆઇટીમાં પ્રવેશ માટે પણ બોર્ડ પરીક્ષામાં જનરલ કેટેગરીમાં 75 ટકા, એસસી, એસટી, ફિઝીકલ હેન્ડીકેપ કેટેગરીમાં 65 ટકા એગ્રીગેટ્સ ગુણ ફરજિયાત છે. આ બન્ને સ્થિતિમાં જો વિદ્યાર્થીએ બોર્ડ પરીક્ષા પર ધ્યાન આપ્યું ન હોય અને જોગવાઇ કરતા ઓછા ગુણ હશે તો જેઇઇ એડવાન્સ, નીટ આપી તો શકશે, પરંતુ બાદમાં મેરીટમાંથી નીકળી જશે.