ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના મોટી આખોલ ગામે યુવકને માર મારી બાઈક સળગાવ્યું

Text To Speech
  • યુવક સાથે સામાન્ય બોલાચાલીમાં બાઈક સળગાવી નુકસાન કર્યું

પાલનપુર : ડીસા તાલુકાના મોટી આખોલ ગામે ગામના એક શખ્સે ગામનાજ યુવક સાથે સામાન્ય બોલાચાલીમાં ગડદાપાટુનો માર મારી યુવકનું બાઈક સળગાવી દીધું હતું. જે અંગે યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીસા તાલુકાના મોટી આખોલ ગામે રહેતા રાધુભા પરથીરાજ પરમાર ( દરબાર) તેઓના કાકાના ત્યાં લગ્ન પ્રસંગ હોય મોટી આખોલ ગામે ખેતરમાં પ્રસંગમાં ગયો હતો. જેથી મોડી રાત્રે પરત ફરતા ધાનેરા હાઇવે તરફથી આવતો હતો ત્યારે રસ્તામાં મોબાઇલ ફોન આવતા હાઈવે પર બાઈક સાઈડ કરી પી.એમ. સંઘવી પેટ્રોલ પમ્પ આગળ ઉભો હતો. તે દરમિયાન મોટી આખોલ ગામના જ વિજયસિંહ સાલસિંહ દરબાર એ આવીને રાધુભાને કહેલ કે,’તું અહીં કેમ ઉભો છે’ તેમ કહી તેની સાથે બોલાચાલી કરી ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો જેથી રાધુભા બાઈક મૂકીને થોડીક આગળ જતા વિજયસિંહે બાઈક આડું કરી પેટ્રોલની પાઇપ કાપી નાખી બાઈક પર પેટ્રોલ છાંટીને બાઇક સળગાવી દીધું હતું.આ ઉપરાંત રાધુભાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે રાધુભા પરમારે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિજયસિંહ દરબાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ: ઘુમા જમીન કાંડમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓ વધી

Back to top button