ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુસ્તીબાજોના સમર્થનમાં CM મમતા બેનર્જી, મોદી સરકાર પર સાધ્યું નિશાન

દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન યથાવત છે. કુસ્તીબાજોને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સમર્થન પણ મળ્યું છે. આ બાબતે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે 3મે ના દિવસે જ્યારે પોલીસે કુસ્તીબાજો પર હુમલો કર્યો ત્યારે કોઈ કેન્દ્રીય ટીમ મોકલવામાં આવી ન હતી.

Wrestlers Protest
Wrestlers Protest

કુસ્તીબાજોના સમર્થનમાં મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કુસ્તીબાજોના સમર્થનમાં ટ્વીટ કર્યું અને કહ્યું, “આ રીતે અમારી દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડવી અત્યંત શરમજનક છે.” આ બાબતે મમતાએ વધુમાં કહ્યું, “ભારત તેની દીકરીઓ સાથે ઊભું છે અને હું એક માણસ તરીકે ચોક્કસપણે અમારા કુસ્તીબાજો સાથે ઊભી છું. કાયદો બધા માટે એક છે. “શાસકનો કાયદો” આ લડવૈયાઓની ગરિમાને ઠેસ પહોંચાડી શકે નહીં. તમે તેમના પર હુમલો કરી શકો છો, પરંતુ તમે તેમના આત્માને તોડી શકતા નથી. લડાઈ સાચી છે અને લડાઈ યથાવત રહેશે.

સીએમ મમતા બેનર્જીએ આગળ કહ્યું, “તમે અમારા કુસ્તીબાજોને નુકસાન પહોંચાડવાની હિંમત ન કરો. દેશ તેમના આંસુ જોઈ રહ્યો છે અને તમને માફ નહીં કરે. હું મારા કુસ્તીબાજોને મજબૂત રહેવા વિનંતી કરું છું, હું મારી તમામ શક્તિ સાથે તેમની સાથે છું.”

કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું 

માલદાના અંગ્રેજી બજારમાં મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, “જો કર્ણાટક વિધાનસભા ચૂંટણીથી ભાજપનું પતન શરૂ થશે તો મને આનંદ થશે. તે પ્રદૂષિત પક્ષ છે. મને ખબર છે કે કોણ-કોને પૈસા આપી રહ્યું છે અને ક્યાંથી આવી રહ્યું છે. તેમણે પ્રશ્ન પૂછ્યો, “શું TMCમાં બધા ચોર છે? તો જવાબ આપો મધ્ય પ્રદેશમાં શું થયું? ઈન્કમટેક્સ, ED અને CBI ત્યાં ક્યારે જશે?

આ પણ વાંચોઃ કુસ્તીબાજોએ જણાવ્યું કે ક્યાં સુધી વિરોધ ચાલુ રહેશે, દિલ્હી પોલીસ પર લગાવ્યા આ આરોપ

આ સાથે CM મમતાએ એમ પણ કહ્યું કે મનરેગાના અમલીકરણમાં પશ્ચિમ બંગાળનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેમ છતાં રાજ્યને બાકી રકમ બહાર પાડવામાં આવી નથી. તેમણે કહ્યું, “અમે મફત રાશન આપીએ છીએ પરંતુ તેઓ તેને છીનવી રહ્યાં છે. તેઓ ઘણી જગ્યાએ રાશન રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટને રડતા જોઈ ગૌહર ખાને આપી પ્રતિક્રિયા, ‘કુસ્તીબાજો સાથે મારપીટ એ દુઃખદ બાબત’

Back to top button