ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: ઘુમા જમીન કાંડમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીઓ વધી

  • પોપ્યુલર બિલ્ડર દશરથ પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી
  • આરોપી ફરાર હોય, ગંભીર ગુના નોંધાયેલા હોય તો અરજી સ્વીકારાય નહીં
  • પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવાની માગ સાથે અરજી કરેલી

અમદાવાદના ગોધાવી અને ઘુમાની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના કેસમાં પોપ્યુલર ગ્રૂપના આરોપી બિલ્ડર દશરથ ભોળીદાસ પટેલે કરેલી કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન (બંને પક્ષે સમાધાન થતાં ફરિયાદ રદબાતલ ઠરાવવા અંગેની અરજી) ગુજરાત હાઇકોર્ટે ફ્ગાવી દીધી છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે રાજયમાં વધુ એક નવતર પહેલ કરી

બંને પક્ષે સમાધાન થઇ ગયુ હોય તો પણ કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન નામંજૂર

હાઈકોર્ટનુ અવલોકન છે કે, સુપ્રીમકોર્ટે તેના એક ચુકાદામાં કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન નિર્ણિત કરવા મુદ્દે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાના નિર્દેશ આપેલા છે. જેમાં એક તો એ છે કે, આરોપી જો નાસતો ફરતો હોય તો અને બીજું કે આવા જ પ્રકારના આરોપી વિરૂદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોય તો તેવા સંજોગોમાં બંને પક્ષે સમાધાન થઇ ગયુ હોય તો પણ કન્સેન્ટ ક્વોશિંગ પિટીશન નામંજૂર થઇ શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને અરજદારની અરજીને ફ્ગાવવામાં આવે છે.

શત્રુધ્નદાસજીની ગોધાવીની કરોડોની જમીનમાં ડમી વારસાઇ

આ કેસની વિગત જોઈએ તો, સોલા વિસ્તારમાં રહેતા ફરિયાદી રામકૃષ્ણભાઇના દાદા શત્રુધ્નદાસજીનું વર્ષ 1991માં નિધન થયેલુ. તેમના નામે ગોધાવી અને ઘુમા ગામમાં કરોડોની કિંમતની જમીન હતી. ગોધાવી ખાતેની જમીનમાં અગાઉ કામ હોવાથી ફરિયાદીએ રેવન્યુ રેકર્ડ કઢાવતાં તેમાં ગોધાવીના સરયુદાસનું નામ બોલતુ હતુ. જેમાં, તેમણે વધુ તપાસ કરતાં ખબર પડી કે, પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે બંને ભાઇઓએ ભેગા મળીને શત્રુધ્નદાસજીની ગોધાવીની કરોડોની જમીનમાં ડમી વારસાઇના ડોકયુમેન્ટ બનાવીને જમીનમાં વારસદાર તરીકે સરયુદાસનું નામ ઉમેરાવેલુ. આ પછી, સરયુદાસ પાસેથી આરોપી બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલે જમીન વેચાતી લીધી હોવાના બનાવટી દસ્તાવેજો બનાવીને સાણંદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સાચા ડોકયુમેન્ટ્સ તરીકે રજૂ કરી જમીન પચાવી પાડેલી.

નોંધાયેલી ફરિયાદને રદ કરવા માટે દથરથ પટેલે હાઇકોર્ટમાં અરજી કરેલી

આ કેસમાં બોપલ પોલીસમથકમાં નોંધાયેલી ફરિયાદને રદ કરવા માટે દથરથ પટેલે હાઇકોર્ટમાં અરજી કરેલી. જેમાં, તેની રજૂઆત હતી કે, આ કેસમાં અરજદાર અને ફરિયાદ પક્ષે સમાધાન થઇ ગયુ છે. જેથી આ ફરિયાદમાં આગળની કાર્યવાહી કરવાનો કોઈ કોઇ અર્થ નથી. બીજી તરફ્, ફરિયાદી પક્ષની પણ રજૂઆત હતી કે, આરોપી વિરૂધ્ધની ફરિયાદ રદ થાય તો તેમને કોઈ વાંધો નથી.

Back to top button