- ટ્રાફિકની સર્વપ્રથમ ઈ-કોર્ટનો મેટ્રોપોલિટન કોર્ટમાં આરંભ થયો
- મેટ્રોપોલિટન કોર્ટ નંબર-16માં વર્ચ્યુઅલ ઇ-કોર્ટનો પ્રારંભ કર્યો
- પહેલા જ દિવસે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં 9,044 કેસો મુકાયા
અમદાવાદના ઘી કાંટા વિસ્તાર મેટ્રોપોલિટન કોર્ટ ખાતે રાજયની સૌપ્રથમ વર્ચ્યુઅલ ઇ-કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજયમાં વધુ એક નવતર પહેલ કરવામાં આવી છે અને સમગ્ર ગુજરાત રાજય માટે વર્ચ્યુઅલ ટ્રાફ્કિ કોર્ટની શરૂઆત કરવામાં આવી છે.
મેટ્રોપોલિટન કોર્ટ નંબર-16માં વર્ચ્યુઅલ ઇ-કોર્ટનો પ્રારંભ કર્યો
મેટ્રોપોલિટન કોર્ટ નંબર-16માં વર્ચ્યુઅલ ઇ-કોર્ટનો પ્રારંભ કર્યો છે. જો હવેથી ઇ-ચલણની રકમ વાહનચાલકો દ્વારા 90 દિવસની સમયમર્યાદામાં નહી ચૂકવાય તો, આપોઆપ આ ઇ-ચલણ ઇ-ટ્રાફ્કિ કોર્ટમાં પહોંચી જશે અને કસૂરવાર વાહનચાલકને તેની એસએમએસ મારફ્તે નોટિસ મોકલાશે. નાગરિક ઇ-પેમેન્ટ મોડથી દંડની રકમ ભરી શકશે. ગુજરાત હાઇકોર્ટના એકટીંગ ચીફ્ જસ્ટિસ એ.જે.દેસાઇ અને હાઇકોર્ટની આઇટી કમીટીના જજીસ અને ચેરપર્સનના માર્ગદર્શન અને મંજૂરીના અંતે આજથી વિધિવત રીતે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે આજથી વર્ચ્યુઅલ ટ્રાફ્કિ કોર્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વર્ચ્યુઅલ ટ્રાફ્કિ કોર્ટના કારણે વાહનચાલક પક્ષકારને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવું નહી પડે.
પોલીસ વેરીફ્કિેશનની તજવીજ હાથ ધરાઇ
બુધવારે પહેલાં જ દિવસે ઇ ટ્રાફ્કિ કોર્ટમાં ટ્રાફિક વિભાગમાંથી પહેલાં જ દિવસે 9044 કેસો ટ્રાન્સફર થયા હતા અને પોલીસ વેરીફ્કિેશનની તજવીજ હાથ ધરાઇ હતી. પહેલા જ દિવસે ઇ ટ્રાફ્કિ કોર્ટમાં કલમ-355 મુજબના પ્રોસીડીંગ્સ શરૂ થઇ ગયા છે. નવી કાર્યરત ઇ ટ્રાફ્કિ કોર્ટમાં ટૂંક સમયમાં જ 25 હજારથી વધુ ઇ-ચલણના કેસો ટ્રાન્સફર થઇ જશે તેવી પૂરી શકયતા છે.