રાતે આ સમયે પીક પર હશે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ
- ચંદ્રગ્રહણ 5 મે ના રોજ રાતે 8.44 વાગ્યે શરૂ થશે અને 6 મેના રોજ સવારે 1.01 વાગ્યે ખતમ થશે
- ચંદ્રગ્રહણ 2023 એશિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, પ્રશાંત અને એટલાન્ટિકથી જોવા મળશે
- ભારતમાં આ આકાશીય ઘટના 5 મેની રાતે 8.44 વાગ્યે શરૂ થશે
2023ના વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 5 મે શનિવારના રોજ લાગવા જઇ રહ્યુ છે. આ વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ છાયા ચંદ્રગ્રહણ હશે. ચંદ્રગ્રહણ 5 મે ના રોજ રાતે 8.44 વાગ્યે શરૂ થશે અને 6 મેના રોજ સવારે 1.01 વાગ્યે ખતમ થશે. આ ચંદ્રગ્રહણ 5મે ના રોજ રાતે 8.44.11 વાગ્યે શરૂ થશે. મહત્તમ ગ્રહણ 10.52.59 વાગ્યે હશે. રિપોર્ટ્સ મુજબ તે 6 મે 6 મે, 1.01.45 વાગ્યે સમાપ્ત થશે.
ચંદ્રગ્રહણ 2023 એશિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, પ્રશાંત અને એટલાન્ટિકથી જોવા મળશે. ભારતમાં આ આકાશીય ઘટના 5 મે રાતે 8.44 વાગ્યે શરૂ થશે. આ એક ભૌગોલિક ઘટના છે, પરંતુ પૌરાણિક માન્યતા એવી છે કે જ્યારે પુર્ણિમાની રાતે રાહુ અને કેતુ ચંદ્રને ગળવાનો પ્રયાસ કરે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પૃથ્વી સુર્ય અને ચંદ્રમાની વચ્ચેથી પસાર થાય છે અને એક છાયા નાંખે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.
ચંદ્રગ્રહણ વર્ષમાં અનેક વખત થાય છે.
તમામ ચંદ્રગ્રહણ દુનિયાભરના તમામ સ્થાનો પરથી દેખાતા નથી. તે ત્રણ પ્રકારના હોય છે. પુર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને છાયા ચંદ્રગ્રહણ.
આ પણ વાંચોઃ રાઝ કો રાઝ રહેને દોઃ Long Lasting રિલેશન માટે પાર્ટનરને કદી ન કહો આ વાતો