રાઝ કો રાઝ રહેને દોઃ Long Lasting રિલેશન માટે પાર્ટનરને કદી ન કહો આ વાતો
- પાર્ટનર સાથે એક્સ માટેની ફિલિંગ્સની વાત ન કરશો
- અમુક વાતો શેર કરવાથી સંબંધો નબળા પડી શકે છે
- પાર્ટનરના પરિવાર વિશેની વાતો પણ શેર ન કરો
રિલેશનશિપને સ્ટ્રોંગ અને લોંગ લાસ્ટિંગ બનાવવા માટે એવુ કહેવામાં આવે છે કે પોતાના પાર્ટનરથી કંઇ છુપાવવું ન જોઇએ. બે લોકોની વચ્ચે એક સારા અને ઓપન કોમ્યુનિકેશનથી સારા સંબંધો બનતા હોય છે. આમ છતાં પણ કેટલીક એવી વાતો હોય છે જે વ્યક્તિએ પોતાના પાર્ટનર સાથે ક્યારેય શેર ન કરવી જોઇએ. આ વાતોને શેર કરવાથી તમારા પાર્ટનર સાથેના તમારા સંબંધો નબળા પડી શકે છે, તે ક્યારેક તુટવાની અણી પર પણ આવી શકે છે.
એક્સ માટેની તમારી ફિલિંગ્સ
તમારા પાસ્ટ અફેરને ભુલાવીને જીવનમાં આગળ વધવુ સરળ હોતુ નથી. જીંદગીની રાહમાં તમે ક્યારેક તે વ્યક્તિને મિસ પણ કરી બેસો છો. તમારા પાર્ટનર સાથે આ વાત શેર કરવાની ભુલ ન કરો. આ કારણે તમારા પાર્ટનરના મનમાં ઇર્ષા. અસુરક્ષા અને દર્દની ભાવના ઉત્પન્ન થઇ શકે છે.
પાર્ટનરના ફેમિલી સાથેના તમારા ઇમાનદાર વિચારો
જો તમારા પાર્ટનરના પરિવાર સાથે તમારા સંબંધો ખરાબ હોય તો તમારા પાર્ટનર સાથે તે ક્યારેય શેર ન કરો. તમને તે લોકો નાપસંદ હોય તો પણ તે વાત તમારા સુધી જ રાખો. કેમકે દરેકને પોતાનો પરિવાર વહાલો હોય છે. આ વાતને સમજવાની કોશિશ કરો કે દરેક વ્યક્તિ તમારા પરિવારની કાર્બન કોપી ન હોઇ શકે.
કોઇ અન્ય પ્રત્યે આકર્ષણ
ક્યારેક કોઇ સંજોગોમાં કોઇ અન્ય વ્યક્તિ માટે આકર્ષણ થવુ સ્વાભાવિક છે, પરંતુ આ બધા સાથે શેર કરવાની વસ્તુ નથી. વ્યક્તિએ પોતાના સંબંધોને બચાવવા માટે આવી વાતો શેર ન કરવી જોઇએ. કોઇ વ્યક્તિ સાથે એટલા જ મિલનસાર બનો જેટલુ તમારા પાર્ટનરને પસંદ હોય.
રિલેશનશિપનો ટેસ્ટ ન લો
જો તમે તમારા સંબંધને લઇને શ્યોર ન હો અને તેની કોઇ વાત પર શંકા કરી રહ્યા હોય, કે પછી તમારા પાર્ટનરનો ટેસ્ટ લઇ રહ્યા હો તો તેને તાત્કાલિક કહેવાની જરૂર નથી. આમ કરશો તો તે ઇનસિક્યોરિટીથી ઘેરાઇ જશે. તમને છોડીને આગળ વધતા પણ વિચાર નહીં કરે.
આ પણ વાંચોઃ તમે તડકામાંથી આવીને તરત ફ્રીજનું પાણી તો નથી પીતા ને?