પાવાગઢમાં મોટી દુર્ઘટના, માચી ખાતે આવેલ વિશ્રામ સ્થળનું ધુમ્મટ તૂટી પડતા શ્રદ્ધાળુઓ દટાયા
યાત્રાધામ પાવાગઢ ખાતે રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. પાવાગઢમાં એક વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો છે. જેના કારણે માતાજીના દર્શનાર્થે આવેલા કેટલાક શ્રદ્ધાળુઓ દટાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાવાગઢમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો
મળતી માહીતી મુજબ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાવાગઢમાં એક વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડતા દર્શાર્થે આવેલા કેટલાક શ્રદ્ધાળુઓ નીચે દટાયા છે. ઘુમ્મટ તૂટી પડવાના કારણે પથ્થરના કાટમાળ નીચે દટાતા 10થી વધુ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે અહી શ્રદ્ધાળુઓનું ટોળુ એકઠું થઈ ગયું હતું. અને પથ્થરના કાટમાળ નીચે દટાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢીને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનામા એક મહિલાનું મોત થયું છે.
પાંચથી વધુ યાત્રિકો થયા ઈજાગ્રસ્ત
જાણકારી મુજબ પાવાગઢના માચી ખાતે યાત્રાળુઓના વિશ્રામ માટે કુટિર બનાવામાં આવી રહી હતી. આ દરમિયાન કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહી રોકાયા હતા. આ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. ત્યારે અચાનક વિશ્રામ કુટીર પર વીજળી પડી હતી જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાંચથી વધુ યાત્રિકો પથ્થરનાં કાટમાળ નીચે દટાતા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્ત લોકોને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. કેટલાક ઇજાગ્રસ્ત યાત્રાળુઓને સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે વડોદરા વાધોડિયા રોડના ગંગાબેન મહેશભાઇ દેવીપુજક (ઉં 40) એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વીજળી પડતા સર્જાઈ દુર્ઘટના
જાણવા મળી રહ્યું છે કે આ દુર્ઘટના પાવાગઢના માંચી ખાતે વાતાવરણમાં પલટો આવતા ખાબકેલા વરસાદને કારણે થઈ છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણાં પલટો આવતા કમોસમી વરસાદ વરસી રહ્યોછે. જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે પાવાગઢમાં પણ વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડવાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઈજાગ્રસ્તોની યાદી
ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, મૃત્યુ પામેલા), મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ), રાજવંશ મહેશભાઈ દેવીપુજક (21 વર્ષ), સુમિત્રાબેન વેલસીંગભાઇ રાઠવા (18 વર્ષ), વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ), મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ), દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ), સોનલબેન વિજયભાઈ દેવીપુજક (30 વર્ષ), દક્ષ વિજયભાઈ દેવીપુજક (2 વર્ષ ).
આ પણ વાંચો : અમદાવાદ પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે ઉઠ્યો વિરોધનો સૂર, પોસ્ટરો લાગતો પોલીસ થઈ દોડતી