કમોસમી વરસાદની આગાહી વચ્ચે એકતરફ જગતનો તાત ખેડૂત હેરાન પરેશાન થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ પણ સતત વરસી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજુ આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ઊભું છે. છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદને પગલે ખેડૂતોને હાલાકીનો સમનો કરવો પાડી રહ્યો છે ત્યારે ફરીથી કમોસમી વરસાદની અગાહીન પગલે ખેડૂત ચિંતિત બન્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની વકી રહેલી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં પણ નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે જેના લીધે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાંચો : Arvalli : કલેકટરની અધ્યક્ષતામાં પ્રિ મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઈ
ઉલ્લેખનીય છે કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને થયેલા નુકસાનની સહાય હજુ ચૂકવાઈ નથી ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગ દ્વારા સતત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એપ્રિલની શરૂઆતથી જ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે હાલાકીનો સમનો કરવો પડ્યો છે.