ટ્રેન્ડિંગમનોરંજન

મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ સરગમ કૌશલને મળ્યો, 51 જેટલી બ્યૂટીફુલ ડીવાઝને પાછળ છોડી જીત્યો તાજ

Text To Speech

દેશને વધુ એક બ્યુટી ક્વીન મળી ગઈ છે. મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2022-2023ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મિસિસ સરગમ કૌશલે આ ખિતાબ જીત્યો છે. 15 જૂને મુંબઈના ગોરેગાંવ સ્થિત નેસ્કો સેન્ટરમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોના માથે મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ?
મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2021 અને મિસિસ વર્લ્ડ 2022માં નેશનલ કોસ્ચ્યુમ-વિનર રહેલી નવદીપ કૌરે મિસિસ ઈન્ડિયા વર્લ્ડ 2022-2023ની વિજેતા સરગમ કૌશલને ક્રાઉન પહેરાવ્યો. મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ હવે સરગમ કૌશલ મિસિસ વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે પ્રથમ રનર અપ જુહી વ્યાસ અને બીજી ચાહત દલાલ બની.

સૌથી મહત્વની વાત એ છે કે મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ જીતવા માટે સરગમ કૌશલે દેશભરમાંથી 51 સ્પર્ધકોને હરાવ્યા છે. મિસિસ ઇન્ડિયા વર્લ્ડ પેજન્ટની જ્યુરી પેનલમાં જાણીતા ચહેરાઓનો સમાવેશ થયો હતો. જેમાં વિવેક ઓબરોય, સોહા અલી ખાન, પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન, પૂર્વ મિસ વર્લ્ડ ડોક્ટર અદિતિ ગોવિત્રીકર અને ફેશન ડિઝાઈનર માસુમી મેવાવાલા હાજર રહ્યા હતા.

સરગમની ખુશી સાતમા આસમાને
આ સ્પર્ધા જીત્યા બાદ સરગમ કૌશલની ખુશીનો કોઈ પાર નથી. તે કહે છે – હું અહીં આવીને ખૂબ જ ખુશ છું. હું મારી ખુશીને શબ્દોમાં વર્ણવી શકતી નથી. આ ક્રાઉન મેળવવાની ઈચ્છા ઘણાં વર્ષોથી હતી. હવે હું તમને આગામી મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં મળીશ.

સરગમની બ્યૂટી પર ફિદા થયા યુઝર્સ
સરગમ કૌશલ વિશે વાત કરીએ તો તે ખૂબ જ સુંદર અને અદભૂત દેખાય છે. ચોક્કસ તેઓ આ ટાઈટલની હકદાર છે. ચાહકો અને તેમના પરિચિતો સરગમ કૌશલને અભિનંદન આપી રહ્યાં છે. જ્યારથી સરગમ વિજેતા બની છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સરગમના દેખાવ અને સુંદરતાથી લોકો મંત્રમુગ્ધ છે. સરગમ ઈન્સ્ટા પર ખૂબ જ એક્ટિવ છે. તેના 5,238 ફોલોઅર્સ છે. સરગમ વાસ્તવિક જીવનમાં પણ સ્ટાઇલિશ અને ઘણી જ ખૂબસૂરત છે.

Back to top button