ખુશીઓ માતમમાં ફેરવાઈ! લગ્નમાં જઈ રહેલો પરિવાર રોડ અકસ્માતનો ભોગ બન્યો
છત્તીસગઢમાં મોડી રાત્રે ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ છે. લગ્નનના પ્રસંગમાં જઈ રહેલો પરિવાર અકસ્માતનો ભેગ બનતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
છત્તીસગઢમાં ભયાનક અકસ્માત
છત્તીસગઢમાં લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે બાલોદમાં બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ ભીષણ અથડામણમાં કારના કુરચે કુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર 11 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 10 લોકો એક જ પરિવારના હોવાનું આવ્યું છે.
એક જ પરિવારનો 10 લોકોના મોત
છત્તીસગઢમાં લગ્નમાં જઈ રહેલો આખો પરિવાર રોડ અકસ્માતનો ભોગ બન્યો અને ખુશી શોકમાં ફેરવાઈ ગઈ. મળતી માહિતી મુજબ બાલોદમાં લગ્નમાં જઈ રહેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ ભીષણ અથડામણમાં કારમાં સવાર 11 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 10 લોકો એક જ પરિવારના હતા, જેમાં દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
પરિવાર લગ્નમાં સામેલ થવા જઈ રહ્યો હતો
કહેવામાં આવી રહ્યું છે કે આખો પરિવાર લગ્નમાં સામેલ થવા જઈ રહ્યો હતો, ત્યારે કાંકેર નેશનલ હાઈવે પર જગાત્રા પાસે આ ભયાનક અકસ્માત થયો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં બે બાળકો અને પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ્સનું માનીએ તો પરિવારના તમામ સભ્યો ધમતારીના સોરામ ગામથી બોલેરોમાં મારકટોલા ખાતે લગ્નમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક કર્યો વ્યક્ત
આ કેસની તપાસમાં સામેલ પોલીસના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત બુધવારે રાત્રે થયો હતો, જેમાં 11 લોકોના મોત થયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે 10 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું. તમામ પીડિતોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : સર્બિયાની સ્કૂલમાં સગીર વિદ્યાર્થીનું અંધાધૂંધ ફાયરિંગ : 9નાં મોત