દરેક જિલ્લામાં જંત્રી સર્વે કરવા માટે ત્રણ સપ્તાહમાં ટેકનિકલ ટીમો રચાશે
- સ્વર્ણિમ સંકૂલ- 2ના પાવાગઢ હોલમાં સુચના આપી
- ટીમો મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં 15મી જૂન પહેલા સરવે પૂર્ણ કરવા સુચવ્યુ
- પાલિકાના ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરવાનું પણ કહેવાયું
ત્રણેક સપ્તાહમાં જંત્રી સર્વે માટે ટેકનિકલ ટીમો બનાવવા આદેશો આપવામાં આવ્યા છે. જેમાં ચીફ સેક્રેટરીના અધ્યક્ષપદે કલેક્ટર કોન્ફરન્સ મળી છે. તેમાં 15 જૂન પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો છે. તથા 15મી એપ્રિલ- 2023થી જંત્રી ભલે બમણી થઈ ગઈ પણ નવેસરથી વિસ્તારવાર સર્વેક્ષણ થઇ રહ્યું છે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે આવશે ગુજરાત, પુત્રની તબિયત હાલ સુધારા પર
સ્વર્ણિમ સંકૂલ- 2ના પાવાગઢ હોલમાં સુચના આપી
15મી એપ્રિલ- 2023થી જંત્રી ભલે બમણી થઈ ગઈ હોય પરંતુ તેમ છતાંય જમીન ઉપર સરકારી રાહે તળિયાની કિંમત જાણવા નવેસરથી વિસ્તારવાર સર્વેક્ષણ થશે. સ્વર્ણિમ સંકૂલ- 2ના પાવાગઢ હોલમાં મંગળવારે મળેલી કલેક્ટર કોન્ફરન્સમાં ચીફ સેક્રેટરી રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS કમલ દયાણીએ દરેક જિલ્લામાં જંત્રી સરવે કરવા માટે ત્રણ સપ્તાહમાં ટેકનિકલ ટીમો રચવા સુચના આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ 1,000 કરોડની કમાણી કરશે
ટીમો મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં 15મી જૂન પહેલા સરવે પૂર્ણ કરવા સુચવ્યુ
જંત્રી રિવિઝન, સરવે અંગે રજૂ કરેલા પ્રેઝન્ટેશનમાં દરેક કલેક્ટરોને પોતાના જિલ્લામાં ગ્રાઉન્ડ લેવલે સ્થળ પર જઈને જમીન- મિલકતના લધુત્તમ બજાર મુલ્ય સર્વેક્ષણ કરી શકે તેના માટે માપણી સંવર્ગના સર્વેયરો, ટાઉન પ્લાનિંગ અને માર્ગ મકાન વિભાગના ઈજનેરો, પંચાયત, મહેસૂલ સંવર્ગના અધિકારીઓ તેમજ તલાટી, ગ્રામ સેવકોની ટીમો તૈયાર કરવા જણાવ્યું હતું. આ ટીમો મારફતે ગ્રામ્ય વિસ્તારોમાં 15મી જૂન પહેલા સરવે પૂર્ણ કરવા સુચવ્યુ હતુ. સરકારે ચોમાસુ શરૂ થાય તે પહેલા ગ્રામિણક્ષેત્રોમાં સર્વે પૂર્ણ કરવા લક્ષ્યાંક આપ્યાનું પણ તેમણે આ બેઠકમાં સ્પષ્ટ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: રાજકોટ 8 હજાર કરદાતાઓને ITની નોટિસ
પાલિકાના ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરવાનું પણ કહેવાયું
શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી વિકાસ સત્તા મંડળ અને પાલિકાના ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરવાનું પણ કહેવાયું છે. અલબત્ત ગ્રામિણ વિસ્તારો બાદ શહેરોમાં જંત્રી સરવે કરવામાં થશે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ મહિનામાં નવો સરવે પૂર્ણ કરીને સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. જેના આધારે વર્તમાન બમણી જંત્રીનુ ભવિષ્ય નક્કી થશે.