એલોન મસ્કે અવકાશમાં સૂર્યાસ્તનો મંત્રમુગ્ધ કરનાર વીડિયો કર્યો શેર
Twitterના CEO એલોન મસ્કે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અવકાશમાં સૂર્યાસ્તનો નજારો જોવા મળે છે. એલોન મસ્કે મંત્રમુગ્ધ કરનાર વીડિયોને રીટ્વીટ કર્યો, જે મૂળરૂપે SpaceX- Space Exploration Technologies Corporation ના સત્તાવાર ટ્વિટર પેજ પર ટ્વીટ કરવામાં આવ્યો હતો. તમે અવારનવાર ક્યાંક ને ક્યાંકથી સૂર્યાસ્ત જોયો જ હશે, ઘણી વખત લોકો દેશ-વિદેશના લોકપ્રિય સનસેટ પોઈન્ટ પર જઈને અદ્ભુત સૂર્યાસ્ત જોવા અને તેને પોતાના કેમેરામાં કેદ કરે છે, પરંતુ સૂર્યાસ્તનો આવો દુર્લભ વીડિયો જોવો લોકો માટે ખૂબ જ દુર્લભ છે.
Stage separation at sunset, followed by second stage engine startup, and payload fairing deploy pic.twitter.com/QOecwdHx4s
— SpaceX (@SpaceX) May 2, 2023
અવકાશમાં સૂર્યાસ્ત
શું આ એક ખૂબ જ અનોખો સૂર્યાસ્ત નથી. એલોન મસ્ક દ્વારા રીટ્વીટ કરાયેલ વીડિયો પોસ્ટ કરતી વખતે, SpaceXએ કૅપ્શનમાં લખ્યું, “સૂર્યાસ્ત સમયે સ્ટેજ અલગ થયા પછી, સેકન્ડ સ્ટેજ એન્જિન સ્ટાર્ટઅપ અને પેલોડ ફેયરિંગ ડિપ્લોયમેન્ટ. વીડિયો ફરીથી શેર કરતી વખતે, Twitter સીઈઓ એલોન મસ્કે લખ્યું, વીડિયોને “અવકાશમાં સૂર્યાસ્ત” તરીકે વર્ણવ્યો.
વીડિયોને 2.5 મિલિયન વ્યૂઝ મળ્યા
સૂર્યાસ્તનો આ રસપ્રદ વીડિયો 2 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને Twitter પર શેર કરવામાં આવ્યો ત્યારથી આ વીડિયોને 2.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને દર કલાકે તેની સંખ્યા વધી રહી છે. વીડિયોને 30 હજારથી વધુ લાઈક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી છે.