ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ 1,000 કરોડની કમાણી કરશે

  • મ્યુનિ. વિસ્તારના 16 મળીને કુલ 18 પ્લોટ વેચવા કાઢવા નિર્ણય લેવાયો
  • ઔડા બાર કોમર્શિયલ, છ રેસિડેન્સિયલ પ્લોટ વેચશે
  • સાયન્સ સિટી બોક્સ બ્રિજમાં સાયન્સની થીમ પર પેઈન્ટિંગ કરાશે

ઔડા બાર કોમર્શિયલ, છ રેસિડેન્સિયલ પ્લોટ વેચી 1,000 કરોડની કમાણી કરશે. તેમજ શહેરી વિકાસ સત્તામંડળ ઔડાની મંગળવારે બોર્ડ બેઠક મળી હતી. ત્યારે બોર્ડ મિટિંગમાં RCCના સર્વિસ રોડ બનાવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં જલપુરના પ્લોટની તળિયાની કિંમત સૌથી ઉંચી છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે આવશે ગુજરાત, પુત્રની તબિયત હાલ સુધારા પર 

મ્યુનિ. વિસ્તારના 16 મળીને કુલ 18 પ્લોટ વેચવા કાઢવા નિર્ણય લેવાયો

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ની મંગળવારે બોર્ડ બેઠક મળી હતી. જેમાં મ્યુનિ. વિસ્તારના 16 મળીને કુલ 18 પ્લોટ વેચવા કાઢવા નિર્ણય લેવાયો હતો. આ 18 પ્લોટના વેચાણથી ઔડાને એક હજાર કરોડથી વધુની આવક થશે. 18 પ્લોટ પૈકી વેજલપુરની ટી.પી.6ના પ્લોટની તળિયાની કિંમત સૌથી ઉંચી પ્રતિ ચો.મી. 2.84 લાખ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત સાયન્સ સિટી બોક્સ બ્રિજમાં સાયન્સની થીમ પર પેઈન્ટિંગ કરાશે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ઉમેદવારદીઠ રૂ.254ની ચુકવણીમાં ગરબડ

પ્લોટની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે

ઔડાના ચેરમેન એમ.થેન્નારસન, ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી.પી.દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટની ઉપસ્થિતિમાં બોર્ડ બેઠક મળી હતી. આ અંગે સીઈએ ડી.પી.દેસાઈએ જણાવ્યું હતું કે બોપલ, ચાંદખેડા, મણિપુર-ગોધાવી, વેજલપુર, મોટેરા- કોટેશ્વર, વેજલપુરના કુલ 18 પ્લોટ વેચવા માટે સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો હતો. જેની આગામી દિવસોમાં હરાજી કરવામાં આવશે. કુલ 18 પ્લોટમાં સૌથી ઉંચી તળિયાની કિંમત વેજલપુરના પ્લોટની રાખવામાં આવી છે. વેજલપુર ટી.પી. સ્કીમ નં.6ના એફપી નંબર 237ના રેસિડેન્સિયલ પ્લોટની તળિયાની કિંમત પ્રતિ ચો.મી. 2,84,000 રૂપિયા નક્કી કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની પ્રિ-ઇવેન્ટ્સ 4 ઝોનમાં યોજાશે 

સૌથી ઓછી કિંમત મોટેરા- કોટેશ્વર ટી.પી.-47ના પ્લોટની

જ્યારે સૌથી ઓછી કિંમત મોટેરા- કોટેશ્વર ટી.પી.-47ના પ્લોટની તળિયાની કિંમત પ્રતિ ચો.મી. 45,100 રૂપિયા નક્કી કરાઈ છે. આ 18 પૈકી 16 પ્લોટ મ્યુનિ. વિસ્તારમાં છે. જ્યારે બે પ્લોટ ઔડા વિસ્તારમાં છે. આ ઉપરાંત એસ.પી.રિંગરોડ પર કમોડ પાસે ફ્લાયઓવર બનાવવાનો હોવાથી સર્વિસ રોડ પર ડાઈવર્ઝન આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ ભારે વાહનોની અવર-જવરના કારણે ડામરનો સર્વિસ રોડ તૂટી જતો હોવાથી પ્રથમ વખત આરસીસીના સર્વિસ રોડ બનાવાશે. દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે સાયન્સ સિટીથી ભાડજ તરફ જે બોક્સ બ્રિજ પૂર્ણતાના આરે છે ત્યાં સાયન્સ સિટી દ્વારા સાયન્સની થીમ પર પેઈન્ટિંગ કરાશે. સાણંદનું ગઢિયા તળાવનું ડેવલપમેન્ટ કરાશે. તદ્દઉપરાંત આગામી થોડા દિવસમાં મુમતપુરા ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવશે.

Back to top button