બનાસકાંઠા : થરાદમાં 181 અભ્યમને રેસ્ક્યુ વાનની ભેટ
- પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે કર્યું લોકાર્પણ
પાલનપુર : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને ગૃહ વિભાગ તરફ થી અભયમ 181 મહિલા હેલ્પ લાઈનનું બનાસકાંઠા જિલ્લા ના થરાદ ખાતે લોકાર્પણ કરવામા આવ્યું હતું. ગુજરાત સરકાર ની મહિલા સુરક્ષા ની પહેલ તરીકે બનાસકાંઠા જીલ્લાને થરાદ ખાતે વધુ એક અભ્યમ રેસક્યુ વાનની ભેટ મળી હતી. હવે જીલ્લાની દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારની પીડીત મહિલાઓ ને અભ્યમ દ્વારા ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવ ની ઝડપી કામગીરી બનશે અને ઓછાં સમય મા મહિલાઓ ને જરુરી મદદ પહોંચાડવામાં સુગમતા રહેશે.
પાલનપુર એસ.પી ઓફિસ ખાતે એસ.પી. અક્ષયરાજ મકવાણા તેમજ ધારસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા ચાવી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધ અધિકારી રમીલા બેન, તથા 181 અભયમ મહિલા હેલ્પ લાઇન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ફાલ્ગુનીબેન પટેલ પાલનપુર ઉપસ્થિત રહી રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો.
પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતુ કે, સરકાર તરફથી અભ્યમ વાનના શુભારંભ થી જિલ્લાની પીડીત મહિલાઓ ને ઝડપી સેવાઓ પહોચાડી શકાશે. અભયમ સ્ટેટ પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલે સેવાઓ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતુ કે વર્ષ 2015 થી અત્યાર સુધી ગુજરાત માં 12 લાખ જેટલા મહિલાઓ એ 181 મહિલા હેલ્પ લાઈન માં કોલ કરેલ જેઓને ઇમરજંસી કન્ટ્રોલ રૂમનાં તાલીમ પામેલ કાઉન્સેલર દ્વારા યોગ્ય પરામર્શ આપવામા આવેલ અને જરૂરિયાત વાળા પીડીત મહિલાઓ ને સ્થળ પર અભ્યમ રેસ્ક્યુ ટીમ પહોચી મદદ અને બચાવ પહોંચાડવામાં આવી રહેલ છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન 4592 અને વર્ષ 2022-23 માં 4719 પીડીત મહિલાઓ ના કોલ આવ્યાં હતાં જેમાંથી અનુક્રમે 697 અને 650 જેટલાં મહિલાઓ ને મુશ્કેલી ના સમયે સ્થળ પર પહોચી મદદ,માર્ગદર્શન અને બચાવ કરેલ છે. જિલ્લામાં મોટે ભાગે ઘરેલૂ હિંસા, માલમિલકત ની વહેંચણી, લગ્નેતર સબંધ, લગ્ન જીવનના વિખવાદો, બાળ લગ્ન, વ્યસન કરી પજવણી, વહેમ અંધશ્રધ્ધા વગેરે ના કિસ્સાઓ વધુ પ્રમાણ વધુ જોવા મળેલ છે. આ ઉપરાંત અભયમ ટીમ દ્વારા સરકાર ની મહીલા લક્ષી યોજનાઓ, કન્યા કેળવણી ને ઉત્તેજન, બાળ લગ્ન અને વહેમ નાબૂદી વગેરે માં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો : નશાનો નાશ : અમીરગઢ પોલીસે 2.35 કરોડનો પાંચ હજાર બોટલ દારૂ પર ફેરવ્યું બુલડોઝર