ગુજરાતટોપ ન્યૂઝ

કમોસમી વરસાદની સતત આગાહી વચ્ચે ખેડૂત ચિંતિત, હજુ 4 દિવસની આગાહી !

Text To Speech

રાજ્યમાં છેલ્લા સપ્તાહથી કમોસમી વરસાદને લીધે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠયા છે ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હજૂઆગામી 4 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.કમોસમી વરસાદ-humdekhengenews રાજ્યના કૃષિમંત્રી દ્વારા એક દિવસ અગાઉ કમોસમી વરસાદને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું કે સરકાર આ બાબતે ખૂબ ગંભીર છે અને ખેડૂતને થયેલા નુકસાનને જલ્દીથી વળતર ચૂકવવા માંગે છે, ઉલ્લેખનીય છે કે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ગયા સપ્તાહમાં એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર 2-4 દિવસમાં ખેડૂતોને થયેલા નુક્સાનનું વળતર ચૂકવશે પણ હજુ સુધી ખેડૂત તે વળતરની રાહ જોઈ બેઠો છે અને બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સતત કમોસમી વરસાદની આગાહી થઈ રહી છે.કમોસમી વરસાદ-humdekhengenews હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે ત્યારે રાજ્યના ખેડૂતો હાલ બિચારા બની આ દુખ સહન કરી રહ્યા છે.

Back to top button