નેશનલ

વિશ્વમાં થતા અસ્મથાને લીધે કુલ મૃત્યુના 42 ટકા મોત ભારતમાં

  • ગુજરાતમાં 3.9 ટકા નાગરિકો અસ્થમાથી પીડિત
  • અસ્થમાની બીમારીને લઈ લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી
  • અસ્થમા હવે સામાન્ય રોગ છે, તેનાથી ડરવાની જરૂર નથી

હવાનું પ્રદૂષણ, ધૂમ્રપાન, તણાવ, જીવનશૈલી, ફૂડ હૅબિટ સહિતના કારણોસર અસ્થમાના કેસ વધી રહ્યા છે. તેમાંય સુરત જેવા શહેરમાં પ્રદૂષણ અને દરિયાકિનારાને લીધે ભેજ વધુ હોઇ અસ્થમાના કેસ વધારે જોવા મળે છે. તબીબોના કહેવા મુજબ અસ્થમા હવે સામાન્ય રોગ છે. આ રોગથી ડરવાની જરૂર નથી. જે રીતે ડાયાબિટીસ, પ્રેશર જેવી બીમારીમાં દવા લઈ દર્દી સામાન્ય જીવન જીવી શકે છે, તેવી રીતે અસ્થમાના દર્દી પણ ઇન્હેલર (પંપ) થેરાપીથી સારું જીવન જીવી શકે છે.

આ પણ વાંચો: દ્વારકા: દ્વારકાધીશ મંદિરના શિખરની જર્જરિત સ્થિતિ, તંત્ર બેદરકાર 

અસ્થમાની બીમારીને લઈ લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી

જોકે, અસ્થમાના દર્દી હજી પણ સારવારને લઈ જાગૃત જોવા મળી રહ્યા નથી. અસ્થમાની બીમારીને લઈ લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી GINA (ગ્લોબલ ઇનિસિટીવ ફોર અસ્થમા કમિટી) દ્વારા દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિવિધ કાર્યક્રમો થકી અસ્થમા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક અભ્યાસ પ્રમાણે ભારત દેશમાં અઢી ટકા લોકોમાં અસ્થમા દેખાય છે, એટલે કે, 1.7 કરોડ જેટલા કેસ દેશમાં છે. જ્યારે નેશનલ ફેમિલી હેલ્થ સરવે (NFHS) મુજબ ગુજરાતમાં વસતિના 2.3 ટકા પુરુષોમાં અને 1.6 ટકા મહિલામાં મળી 3.9 ટકા દર્દી અસ્થમા પીડિત છે.

આ પણ વાંચો: ગુજરાત: 108 ઇમરજન્સી કેસના આંકડાની માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો

અસ્થમાનો એટેક જીવલેણ બની શકે

કોઈ એલર્જીને કારણે દર્દીના ફેફ્સાં અને શ્વાસનળીમાં સોજો આવે છે. જે સોજાને કારણે શ્વાસનળી સંકોચાઈ જાય છે, તેના લીધે જેટલા પ્રમાણમાં શરીરમાં ઓક્સિજન જવો જોઈએ, તે જતો નથી અને કાર્બનડાયોક્સાઈડ બહાર નીકળતો નથી. જેથી અસ્થમાનો એટેક આવી શકે છે. જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. રજકણ, ધૂળ, પ્રદૂષણ, વાયરલ ઇન્ફેક્શન અને પાલતુ પ્રાણીઓ સહિતના કારણે એલર્જી થઈ શકે છે.

આ પણ વાંચો: સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો

અસ્મથાને લીધે વિશ્વમાં થતા કુલ મૃત્યુના 42 ટકા મોત ભારતમાં

અસ્થમાના કુલ મોતના 42 ટકા ભારતમાં થાય છે. અસ્થમાના દર્દી ઇન્હેલર (પંપ)ની સારવારને લઈ અરુચિ દાખવે છે. જેને લીધે બીમારી વધતા અસ્થમાનો એટેક આવે છે. અસ્થમાના સૌથી વધુ મોત ભારતમાં થાય છે. અસ્મથાને લીધે વિશ્વમાં થતા કુલ મૃત્યુના 42 ટકા મોત ભારતમાં થાય છે. પંપની સારવાર બાબતે અસ્થમાના દર્દીઓને જાગૃત કરવાની જરૂર છે. યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય સારવાર લેવી તે અસ્થમાના દર્દીઓ માટે હિતાવહ છે.

Back to top button